મુંબઇઃ બાહુબલી અને બજરંગી ભાઇજાન અને બાહુબલી-2 જેવી ફિલ્મના લેખક વી.વિજયેન્દ્ર નવા ટીવી શો લઇને આવી રહ્યા છે. વિજયેન્દ્રના આ ટીવી શોનું નામ ‘આરંભ’ છે જે સ્ટાર પ્લસ પર આવશે. આ ટીવી શોમાં બે સભ્યતાઓ વચ્ચે પ્રેમ, અહમ અને ટકરાવની લડાઇ છે.આ શોની વાર્તા બાહુબલી ફિલ્મની ‘દેવસેના’ સંબંધિત છે. આ ટીવી શોમાં આર્યવંશ અને દ્રવિડ વંશના બે યોદ્ધા વચ્ચે થનારા યુદ્ધની કહાની છે. જેમાં આર્ય વંશની જવાબદારી ટીવી એક્ટર રજનીશ દુગ્ગલ નિભાવશે જ્યારે દ્રવિડ વંશનું નેતૃત્વ સાઉથની સુપર સ્ટાર એક્ટ્રેસ કાર્તિક નાયરા કરશે. આ ટીવી શોમાં કાર્તિક નાયરાનું નામ પણ બાહુબલી ફિલ્મથી પ્રેરાઇને દેવસેના રાખવામાં આવ્યું છે. આ શોમાં જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ તનુજા મુખર્જી પણ હહુમાની ભૂમિકા નિભાવશે. જે દ્રવિડ વંશી એવી નેતા છે જે સમય સમય ભવિષ્યવાણી કરતી જોવા મળશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.
- 2025 Volvo XC 90 vs BMW X5: કિંમત, ફીચર્સ અને એન્જીનમાં આ બન્ને માંથી કોણ છે બેસ્ટ…?
- નવી Renault Espace નવા અપગ્રેડ ફીચર્સ સાથે ફરી રજુ કરવામાં આવી…
- ઇલેક્ટ્રિક વાહનો પણ હવે ટુંકજ સમયમાં પેટ્રોલ વાહનો જેટલાજ સસ્તા થશે: નીતિન ગડકરી
- Ducati એ ફક્ત 163 યુનિટ સુધીનું મર્યાદિત Ducati Panigale V4 Tricolore Italia કર્યું લોન્ચ…
- પટેલ સમાજના તરુણને માર મારવા મુદ્દે આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું
- બાપ રે ! 50 કરોડમાં ખરીદ્યો એવો શ્વાન કે…
- ગુજરાત સૌથી વધુ નેશનલ/ઇન્ટરનેશનલ ગેમ્સ આયોજીત કરનાર રાજ્ય