આ પ્રશ્નનો જવાબ તો મળી ગયો છે કે કટ્ટપા ને બાહુબલી કો ક્યૂ મારા ? પરંતુ એવું લાગે છે કે એનાથી માહેષ્મતી ની પોરાણિક કહાની ને લઈને લોકોમાં હજી ઉત્સાહ ઓછો થયો નથી . આ ફિલ્મ એ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા અને હવે બાહુબલી ધ ગેમ પીએન ઘણી કમાણી કરી રહી છે. આ ગેમ ને બેંગલોર ની મૂનફોર્ગ લેબ્સ અને બાહુબલીના નિર્માતા કંપની અક્ર મીડિયા વક્ર્સ અને ગ્રાફિક ઈન્ડિયા એ બનાવી છે. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર અત્યાર સુધી 50 લાખ થી પણ વઘુ યુઝર્સ એ ડાઉનલોડ કરી છે.
કંપનીના મુતાબિત 28 એપ્રિલ ના રોજ આને રીલીઝ કર્યા પછી ભારતમાં સોથી વઘુ ડાઉનલોડ થનારી ગેમિંગ એપ છે. બાહુબલી ધ ગેમ એ ગૂગલ સ્ટોર પર ઉપલબ્ધ છે જે 22.52 એમબી માં છે. ડાઉનલોડ થયા પછી આ ગેમ અંગ્રેજી , તામિલ , તેલુગુ અને હિન્દી ભાષી પસંદગી માટે પૂછે છે.
સેટઅપ થયા પછી આ ગેમ માહેષ્મતી ની આભાસી દુનિયામાં લઈ જાય છે અને ગેમ માટે જરૂરી ટિપ્સ પણ આપે છે. આ સાથે બાહુબલી ધ ગેમ ક્લેશ ઓફ ક્લેન ની શરૂઆત થાય છે.