દિવસમાં દુનિયાભરમાં ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને ‘બાહુબલી 2’ એ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં નવો ઇતિહાસ બનાવ્યો છે. આ સાથે જ ફિલ્મના હિરો પ્રભાસે પણ સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિમાં એક નવું ચેપ્ટર ઉમેર્યું છે. પ્રભાસ સાઉથ ઇન્ડસ્ટ્રિનો એવો પહેલો સ્ટાર બન્યો છે. જેને ફેમસ સ્ટેચ્યૂ મ્યૂઝિયમ મેડમ તુસાદમાં સ્થાન મળ્યું છે. અત્યાર સુધી મ્યૂઝિયમમાં સાઉથના ભગવાન કહેવાતા રજનીકાંત અને સુપરસ્ટાર કમલ હસનને પણ જગ્યા મળી નથી. પરંતુ પ્રભાસના સ્ટેચ્યૂને મ્યૂઝિયમમાં સ્થાન મળી ચૂક્યું છે.

3 1493794878નોંધનીય છે કે પ્રભાસના આ સ્ટેચ્યૂને હજુ બેંગકોકમાં લગાડવામાં આવ્યું છે. ૨૩ ઓક્ટોબર, ૧૯૭૯ના રોજ જન્મેલા પ્રભાસનું પૂરું નામ રાજુ ઉપ્પલાપતિ છે. પ્રભાસ ખાસ તેલુગુ સિનેમામાં ખૂબ ફેમસ છે. ૨૦૦૨ માં ફિલ્મ ‘ઇશ્વર’થી તેણે ડેબ્યૂ કર્યું હતું. આ પછી પ્રભાસે રાઘવેન્દ્ર (૨૦૦૩), ‘વર્ષ’ (૨૦૦૪), ‘ચક્રમ’ (૨૦૦૫), ‘યોગી’ (૨૦૦૭), ‘એક નિરંજન’ (૨૦૦૯), ‘રેબેલ’ (૨૦૧૨), ‘બાહુબલી :ધ બિગનિંગ’ (૨૦૧૫) અને ‘બાહુબલી-2’ (૨૦૧૭) જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.