અબતક, રાજકોટ
રિપોર્ટર: સિધ્ધાર્થ રૂપારેલીયા રાજેશ પાણખાણીયા : તસવીર : જયદિપ ત્રિવેદી
ફૂલોની સુગંધ બધાને ગમતી હોઈ છે.બાળકના જન્મથી માંડી તમામ પ્રસંગોમાં ફૂલોનો ઉપયોગ બધી જ જગ્યાએ થતો હોય છે.વિશ્વભરમાં ફુલોમાં અલગ અલગ અગણિત વેરાઈટીઓ જોવા મળે છે.જેમાં ડચ રોઝ, ઓરિયન્ટલ લીલી, ઓર્ચીડ ફૂલો ખૂબ જ પ્રચલિત છે.ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ઓર્ચીડ તેમજ ઓરિયન્ટલ લીલી ફૂલો નું વાવેતર ખુબજ થાય છે તેથી સૌથી વધુ વિદેશમાં તેની નિકાસ થાય છે.કોરોના મહામારીને કારણે ડેકોરેશનમાં વપરાતા લાઈવ ફ્લાવર્સના ઈમ્પોર્ટમાં ખુબજ ઘટાડો થયો છે.જ્યારે લોકલફુલના વાવેતરમાં વધારો થતાં દેશભરમાંથી 500 કરોડના ફૂલો એક્સપોર્ટ થયા છે.મહારાષ્ટ્ર , કર્ણાટક, સાઉથના વિસ્તારમાંથી વધારે ફૂલો એક્સપોર્ટ થાય છે.ફૂલો હંમેશા એક પોઝિટિવ એનર્જી આપે છે.
ફૂલો નેગેટિવ એનર્જી દૂર કરી મનને પ્રફુલ્લિત કરે છે
ફૂલોથી મગજને શાંતિ મળે છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે.ફૂલોની સુગંધમાં ઓરિયન્ટ લીલી ફૂલ વધારે સુગંધી ફૂલ ગણવામાં આવે છે.જેની સુગંધને કારણે તે વધારે ફેમસ છે.એરિકા પ્લાન્ટ 24કલાક ઓક્સિજન આપે છે સાથેજ વ્યક્તિને ખૂબ જ પોઝીટીવી પણ આપે છે.
સવારે 4 વાગ્યાથી શરૂ થાય છે રામનાથપરા ફૂલ બજાર
વહેલી સવારે 4 વાગ્યાથી રામનાથપરા ફૂલ બજાર શરૂ થઈ જાય છે.ખેડૂતો પોતાના ફૂલો અહીં વેચવા આવે છે.સૌથી વધુ ખેડૂતો ગુલાબ અને ગલગોટા વહેંચે છે.આ ફૂલો લોકો પૂજામાં સૌથી વધુ ઉપયોગ કરે છે.શહેરીજનો વહેલી સવારથી સિંગલ ગુલાબથી માંડી જથ્થાબંધ ગુલાબોની ખરીદી અહીંથી કરે છે.તલેગાવ ફ્લાવર ભારતમાં એક હબ છે ત્યાંથી સૌથી વધુ ફૂલો મંગાવવામાં આવે છે.તદઉપરાંત પુણે, નાસિક અને દાદર થી પણ ફૂલો મંગાવવામાં આવે છે.
ફૂલ ડેકોરેશનમાં સમગ્ર ગુજરાતમાં ફ્લાવર્સનીનામના તેનો મને ગર્વ: હાર્દિક કાનગડ
ફ્લાવર્સ શો રૂમના માલિક હાર્દિક કાનગડે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુશોભનમાં અલગ અલગ વેરાયટીઓ અમારી પાસે છે. જેમાં બોક્સ ઓફ લવ ખુબજ પ્રખ્યાત છે.જેમાં રહેલા ફૂલોનું આયુષ્ય 15 દિવસ સુધીનું છે.આ ઉપરાંત મિરર બોક્ષ, ડબલ ડ્રોવર બોક્ષ, લેટર બોક્ષ, હાર્ટ ઓફ ટેસ્ટ ટ્યુબ ખૂબ જ ફેમસ છે.જેમાં બોક્ષ ઓફ લવ એ મેક્સિકો નો કોન્સેપ્ત છે.સુરત , જામનગર, પોરબંદર, અમદાવાદ અને બરોડા રેગ્યુલર તેઓ માલ પોહચાડી રહ્યા છે.અત્યારે નવી વેરાઈટીઓમાં બુકેમાં રોઝીઝ બંચ, નોન વુઅન પેપર, ચોકલેટ્સ ,કેન્ડલ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.
બુકે બનવવામાં અમારા બંગાળી કારીગરોની માસ્ટરી: ચેતનભાઈ ભાલસોડ
ઙ. ઙ ફ્લાવર્સ શો રૂમના માલિક ચેતનભાઈ ભાલસોડએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બુકેમાં અમારી પાસે બંગાળી કારીગરો છે જેનું કામ લોકો ખૂબ વખાણે છે.ખાસ કરીને ચોકલેટ બુકેમાં કારીગરોની માસ્ટરી છે.ઓનલાઈન ઇ કોમર્સ કંપનીની સાઈટ પર ઓર્ડર આપી ને લોકો ઘરે બેઠા ડિલિવરી મેળવી શકે છે.
ગુજરાતના દેશી ગુલાબનો ઉપયોગ ખાવામાં તેમજ અતર બનવવામાં પણ થાય છે
સુશોભન માટે ડચ રોઝીસ અને જીપ્સો ફૂલોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.ગુજરાતમાં ગુલાબ તેમજ ગલગોટા જેવા ફૂલોનું વાવેતર સૌથી વધુ થાય છે જ્યારે રજનીગંધા ફૂલોનું વાવેતર ખુબજ ઓછું છે.દેશી ગુલાબ ગુલકંદ બનાવવામાં વપરાય છે જ્યારે અતર બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.માટે ગુલાબની ખેતીમાં તેની માવજત સૌથી વધુ કરવી પડે છે.