કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ શિંગાળા ફાઈનલ હતા, મતદાનની થોડી જ ક્ષણો પૂર્વે સગેવગે થતા કારોબારી સમિતિના ૫ સભ્યોએ રેખાબેન પટોળીયાની તરફેણમાં ચાલ્યા ગયા
બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મગનભાઈ મેટળીયા, શિક્ષણમાં નાથાભાઈ મકવાણા, આરોગ્યમાં હંસાબેન વૈષ્નવ અને સામાજીક ન્યાય સમિતિમાં બાલુભાઈ વિંઝુડાની વરણી
જિલ્લા પંચાયતની પાંચ સમિતિઓમાં ચેરમેનપદ માટે આજે ચુંટણી યોજાઈ હતી. જેમાં ચાર સમિતિમાં સર્વાનુમતે ચેરમેનની વરણી થઈ હતી. જયારે કારોબારી સમિતિના ચેરમેનપદ માટે બાગીઓમાં બગાવત થઈ હોવાનું જોવા મળ્યું હતું. કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ શિંગાળાનું નામ ફાઈનલ જ હતું પરંતુ મતદાનને થોડી જ ક્ષણો પૂર્વે સગે-વગે થઈ જતા કારોબારી સમિતિના પાંચ સભ્યોએ રેખાબેન પટોળીયાની તરફેણમાં મતદાન કરતા રેખાબેન પટોળીયાની કારોબારી ચેરપર્સનપદે નિમણુક થઈ છે.
આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ અને અપીલ સમિતિના ચેરમેનની નિમણુક કરવા માટે મતદાન કરવામાં આવ્યું હતું. જયારે અપીલ સમિતિના ચેરમેનનું પદ હોદાની ‚એ જિલ્લા પંચાયત પ્રમુખને સોંપવામાં આવ્યું હતું. અન્ય પાંચ સમિતિઓના ચેરમેન માટે મતદાન યોજવામાં આવ્યું હતું. ૪ સમિતિઓમાં સર્વાનુમતે ચેરમેનની નિમણુક થઈ હતી. જયારે કારોબારીના મતદાન વખતે બાગીઓમાં બગાવત થઈ હોવાનું સામે આવ્યું હતું.
કારોબારી ચેરમેન માટે ચંદુભાઈ શિંગાળાનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું હતું પરંતુ મતદાનની થોડી જ ક્ષણો પૂર્વે સગે-વગે થઈ જતા ચંદુભાઈ શિંગાળાને પડતા મુકી દેવામાં આવ્યા હતા. કુલ ૯ સભ્યોની બનેલી કારોબારી સમિતિમાં ચંદુભાઈની તરફેણમાં ચંદુભાઈ પોતે અને નારણભાઈ સેલાણા રહ્યા હતા.
જયારે કિશોરભાઈ પાદરીયાએ રેખાબેન પટોળીયાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને ભાનુબેન તળપદા, શિલ્પાબેન મારવણીયા, હંસાબેન ભોજાણી, વજીબેન સાકરીયા અને ચતુરભાઈ રાજપરાએ ટેકો જાહેર કર્યો હતો. જેથી કારોબારી ચેરપર્સન તરીકે રેખાબેન પટોળીયાની નિમણુક થઈ છે.
કારોબારી સિવાયની અન્ય ચાર સમિતિઓમાં સર્વાનુમતે ચેરમેનની નિમણુક થઈ હતી. જેમાં સામાજીક ન્યાય સમિતિમાં બાલુભાઈ વિંઝુડા, શિક્ષણ સમિતિમાં નાથાભાઈ રવજીભાઈ મકવાણા, જાહેર આરોગ્ય સમિતિમાં હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ અને બાંધકામ સમિતિમાં મગનભાઈ મેટાળીયાની વરણી થઈ હતી.
કારોબારી સમિતિ
૧. રેખાબેન જીજ્ઞેશભાઈ પટોડીયા-ચેરપર્સન
૨. ચંદુભાઈ મોહનભાઈ શીંગાળા
૩. ભાનુબેન ધી‚ભાઈ તળપદા
૪. નારણભાઈ નાથાભાઈ સેલાણા
૫. શિલ્પાબેન મનોજભાઈ મારવાણીયા
૬. હંસાબેન મનજીભાઈ ભોજાણી
૭. વજીબેન રામાભાઈ સાંકળીયા
૮. કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા
૯. ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા
સામાજીક ન્યાય સમિતિ
૧. બાલુભાઈ હાજાભાઈ વિંઝુડા-ચેરમેન
૨. સોનલબેન સવજીભાઈ પરમાર
૩. નારણભાઈ નાથાભાઈ સેલાણા
શિક્ષણ સમિતિ
૧. નાથાભાઈ રવજીભાઈ મકવાણા-ચેરમેન
૨. રાણીબેન બચુભાઈ સોરાણી
૩. ધ્રુપતબા કુલદિપસિંહ જાડેજા
૪. સોનલબેન ભરતભાઈ શીંગાળા
૫. કિરણબેન કિશોરભાઈ આંદીપરા
૬. નિલેશભાઈ વિરાણી
૭.બાલુભાઇ વિંઝુડા
જાહેર બાંધકામ સમિતિ
૧. મગનભાઈ સિદાભાઈ મેટાળીયા-ચેરમેન
૨. સોનલબેન સવજીભાઈ પરમાર
૩. ધ્રુપતબા કુલદીપસિંહ જાડેજા
૪. સોનલબેન ભરતભાઈ શીંગાળા
૫. વિપુલભાઈ ભીખુભાઈ ધડુક
જાહેર આરોગ્ય સમિતિ
૧. હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ-ચેરપર્સન
૨. કિરણબેન કિશોરભાઈ આંદીપરા
૩. વાલીબેન કાળુભાઈ તલાવડીયા
૪. રાણીબેન બચુભાઈ સોરાણી
૫. રેખાબેન જીજ્ઞેશભાઈ પટોડીયા
અપીલ સમિતિ
૧. અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા-ચેરપર્સન (હોદ્ાની ‚એ)
૨. ચંદુભાઈ મોહનભાઈ શીંગાળા
૩. નિલેશભાઈ વિરાણી
૪. ધી‚ભાઈ ભગવાનજીભાઈ પાઘડાટ
૫. વાલીબેન કાળુભાઈ તળાવડીયા