સરકારી નોકરી, પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન અને ભાગીદારીમાં હોસ્પિટલ બનાવવાના બહાને ઠગાઇ કરી
ઇન્સ્ટાગ્રામ ડોકટર રાજીવ 2021 ફેક આઇડી બનાવી શિક્ષિત મહિલા સહિત બે સાથે છેતરપિંડી કરાઇ
સોશ્યલ મિડીયાની સુવિધાની સાથે દુવિધા બની ગયું છે. રાજકોટની એક મહિલા અને એક પુરૂષને ઇસ્ટાગ્રામના માઘ્યમથી પરિચયમાં આવેલા બગસરાના શખ્સે ફેક આઇડી બનાવી રૂ. 23.35 લાખની છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાતા પોલીસે બગસરાના શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના બગસરા ગામે રહેતા હાર્દિક જયેશ અહાલપરા નામના શખ્સે ઇન્ટાગ્રામમાં ડોકટર રાજીવ 2021 નામની ફેંક આઇડી બનાવી મિત્રતા કેળવી પોતે વગદાર હોવાનું જણાવી સરકારી નોકરી, વડોદરામાં પારૂલ યુનવર્સિટીમાં એડમિશન અને ભાગીદારીમાં હોસ્પિટલ શરુ કરવા સહિતની લોભામણી લાલચ આપતા રાજકોટની મહિલા અને પુરૂષે સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઇ હાર્દિક અહાલપરાને છ માસ પહેલા રૂ. 23.35 લાખ ચુકવ્યા હતા.
બગસરાના હાર્દિક અહાલપરાએ મવડી વિસ્તારના જસરાજનગરની મહિલા અને પુરૂષ પાસેથી રૂ. 23.35 લાખ મેળવ્યા બાદ સરકારી નોકરી, પારૂલ યુનિવર્સિટીમાં એડમીશન અને ભાગીદારીમાં હોસ્પિટલ બનાવી છેતરપીંડી કરી હોવાની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરીયાદ નોંધાવતા એસીપી વિશાલકુમાર રબારી અને પી.આઇ. કે.જે. મકવાણાએ હાર્દિક અહાલપરા સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. હાર્દિક અહાલપરા ઝડપાયા બાદ તેને અન્ય કોની સાથે છેતરપીંડી કરી છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સૂત્રો જણાઇ રહ્યા છે.