સામાન્ય સભામાં 21 મુદામાં પાણી, સફાઇ, ગટર, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ મોધી બનાવતા શાસકો
બગસરા નગરપાલિકાના ભાજપના શાસકોએ સામાન્ય સભાને વેરા વધારાની અસામાન્ય સભા બનાવી હોય તેમ પ્રાથમીક સુવિધામાં ધરખમ વેરા વધારવાના નિર્ણય સામે જનતામાં ભારે રોષ ઉઠયો છે.
બગસરા નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ઇન્દુ કુમાર ખીમસુરીયા ના અધ્યક્ષ સ્થાને તથા ચીફ ઓફિસર પનારા ની હાજરીમાં બગસરા નગરપાલિકાની સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એવી રીબડીયા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા કંકુભાઈ જોશી ભાજપના કુલ 20 સભ્યો તથા હેડ ક્લાર્ક બીસી ખીમસુરીયા હાજર રહ્યા હતા તેમજ અન્ય કોંગ્રેસ ના આઠ સભ્યો હાજર રહ્યા હતા આ એ સભામાં કુલ 21 મુદ્દાઓ લેવામાં આવ્યા હતા.
જેમાં પાણી વેરો 600 થી વધારીને 2000 કરવામાં આવ્યો તથા ભૂગર્ભ ગટરનો વેરો 1500 રૂપિયા નાખવામાં આવ્યું તથા સફાઈવેરો 25 થી વધારીને 300 કરવામાં આવેલ અને સ્ટ્રીટ લાઈટ વેરો 700 રૂપિયા નવો નાખવામાં આવ્યો સામાન્ય સભામાં જાહેર કરવામાં આવેલ જેતપુર રોડ પાણીના મેન ટાંકે સોલાર ફીટ કરવા નડતરરૂપ વૃક્ષો કાપવા સ્ટ્રીટ લાઈટ માટે સીયુજી કાર્ડ ખરીદવા હંગામી પાથાણા કે લારી વગેરેની દૈનિક ફી 20 રૂપિયા નક્કી કરવા અંગે ઠરાવ કર્યો
આ ઉપરાંત ભુગર્ભ વાર્ષિક 1500 સ્ટ્રીટલેટ વેરો સફાઈ વેરો ડેમ પર મોટર ખરાબ થયેલ હોય નવી મોટર ખરીદવી તેમજ અલીપીર બાલમંદિર વાળી જમીન નિકાલ કરવા અંગે સરકાર સીમા કરેલ દરખાસ્ત અન્વયે આવેલ પૂરતા કરી નિકાલ કરવો મેઘાણી સ્કૂલના કર્મચારી એમ એ ધાધલ જે આર ચૌહાણ તથા બી એસ ડામોર ને ઉચ્ચતર પગાર ધોરણ આપવા ધારા ધોરણ નિયમ અનુસાર વધારવા ઠરાવ કરેલ આ ઉપરાંત રેલવે સ્ટેશન વાળા નવા રસ્તા પર પર થાંભલા મૂકી સ્ટ્રીટ લાઈટ ફીટ કરવા માટે 20 લાખ રૂપિયા ની ગ્રાન્ટ ની દરખાસ્ત સરકારમાં મોકલેલ છે તેમજ અમરેલી રોડ પર ડામર રોડ બનાવેલ છે ત્યાં સંરક્ષણ દિવાલ માટે પાંચ લાખ રૂપિયા ની દરખાસ્ત મુકેલ આ ઉપરાંત મોબાઇલ ટોયલેટ નો કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો
મોબાઇલ ટોયલેટ નો કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો પણ હવેથી દરરોજના 1000 રૂપિયા ભરવાના રહેશે આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ સુધીના માર્ગને સીસી રોડ બનાવવો તથા અત્રે ઉલખનીય છે કે મિલકત વેરો ઘટાડવા માટે પાલિકાના સત્તાધિશો દ્વારા વચન આપેલ હોવા છતાં તેમાં આજ દિન સુધી ઘટાડો થઈ શકેલ નથી ત્યારે આ નવા વેરા વધારવાથી લોકોમાં રોષ વધવાની શક્યતા જણાઈ રહી છે.