સરકારી નોકરી, પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન અને ભાગીદારીમાં હોસ્પિટલ બનાવવાના બહાને ઠગાઇ કરી
ઇસ્ટાગ્રામ ડો. રાજીવ 2021 ફેક આઇડી બનાવી તબિબિ યુવતી અને તેના ભાઇ સાથે છેતરપિંડી કરી
સુરતમાં રૂ. ર8 લાખના વ્યાજના ચકકરમાં ફસાયેલા ધો. 1ર પાસ ભેજાબાજ ‘ઠગે’ હાર્દ સર્જન હોવાની ઓળખ આપી બે માસમાં ગુગલ પે દ્વારા રૂ. 23.35 લાખ મેળવી લીધા
સોશ્યલ મિડીયાની સુવિધાની સાથે દુવિધા બની ગયું છે. મવડી વિસ્તારમાં આવેલ જશરાજનગરની તબિબ યુવતિ અને તેના ભાઇના ઇસ્ટાગ્રામના માઘ્યમથી પરિચયમાં આવેલા બગસરાના શખ્સે ફેક આઇડી બનાવી રૂ. 23.35 લાખની છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાતા પોલીસે બગસરાના શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના બગસરા ગામે રહેતા હાર્દિક જયેશ અહાલપરા નામના શખ્સે ઇન્ટાગ્રામમાં ડો. રાજીવ 2021 નામની ફેંક આઇડી બનાવી મિત્રતા કેળવી પોતે હાર્દ સર્જન હોવાનું પોતાને સુરતમાં 700 બેડની મહેતા હાર્દ ઇન્સ્યુ. હોવાનું જણાવ્યું રાજકોટમાં સરકારી મેડીકલ ઓફીસરની, વડોદરામાં પારૂલ યુનવર્સિટીમાં એડમિશન અને રાજકોટમાં 400 બેડની હાર્દ હોસ્પિટલ બનાવી તેમાં ભાગીદારીની ઓફર કરી હતી. ધોરણ 1ર પાસ અને બગસરાનો ભાડાના દુકાનમાં મોબાઇલં લે-વેચનું કામ કરતા હાર્દિક અહાલપરાએ લોભામણી લાલચ આપતા જશરાજનગરના ભાઇ-બહેનને ફસાવ્યા હતા. હાર્દિક અહાલપરાની વાતમાં ફસાયેલા ભાઇ-બહેને બે માસ પહેલા ગુગલ પેની દ્વારા રૂ. 23.35 લાખ ચુકવ્યા હતા.
બગસરાના હાર્દિક અહાલપરાએ મવડી વિસ્તારના જસરાજનગરની મહિલા તબીબ અને તેના ભાઇ પાસેથી રૂ. 23.35 લાખ મેળવ્યા બાદ સરકારી નોકરી, પારૂલ યુનિવર્સિટીમાં એડમીશન અને ભાગીદારીમાં હોસ્પિટલ બનાવી છેતરપીંડી કરી હોવાની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરીયાદ નોંધાવતા એસીપી વિશાલકુમાર રબારી અને પી.આઇ. કે.જે. મકવાણાએ ધરપકડ કરી પુછપરછ કરતા પોતે સુરતમાં રૂ. ર8 લાખના વ્યાજના ચકકરમાં ફસાતા આઠ જેટલા લેણદારો પોતાને લેણી રકમ વસુલ કરવા ધાકધમકી દેતાહોવાના કારણે ઇન્સ્ટ્રાગ્રામ ડો. રાજીવ 2021 ફેસ આઇડી બનાવી છેતરપીંડી કર્યુ હોવાનું કબુલાત આપી છે.
હાર્દિક સુથાર પોતાનો ફઇનો દિકરો રાહુલ ગાંધીનગરમાં મોટો અધિકારી હોવાનો કહી સરકારી નોકરી આપવાનું કહેતો હતો પોતાની સુરતમાં મહેતા ઇન્સ્ટુ. મોટી હોસ્પિટલ હોવાનું તેમજ પોતે હાર્દ સર્જન હોવાનું જણાવ્યું. જશરાજનગરમાં ભાઇ-બહેનોને વાત ચાતુયથી ઇન્સ્ટાગ્રાામના માઘ્યમથી ફસાવ્યા છે. તે રીતે અન્ય મેડીકલના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી છે કે કેમ તે અંગેની વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.