- ગુજરાતની 6309 શરાફી મંડળીમાંથી
- ત્રણ આંકડાથી શરૂ થયેલી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની થાપણ રૂ.100 કરોડને પાર
- બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીનો સભાસદ ભેટ વિતરણ સમારોહ યોજાયો
સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશના સહકારી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી બગસરા નાગરિક સહકારી મંડળી ની સ્થાપના 30/6/1984ના દિવસે થઈ હતી સ્થાપના ના દિવસથી જ અવિરત પ્રગતિના પંથે રહેલી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની 238સભાસદો થી શરૂ થયેલી સફર આજે 22766 સભાસદો સુધી પહોંચી છે પ્રથમ વર્ષે 1683 રૂપિયા નો નફો કરનાર બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી નો આ વર્ષનો નફો 4,21,21,121 રૂપિયા એ પહોંચ્યો છે.
અરવિંદભાઈ મણિયારના વિચાર બીજમાંથી સ્થાપિત બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી અત્યારે આઠ શાખામાં કાર્યરત છે બગસરા ,ધારી, ચલાલા, અમરેલી, લીલીયા, રાજકોટ અમદાવાદ ,વડોદરા, માં કાર્યરત મંડળીને રાજ્યના 29જિલ્લામાં બ્રાન્ચ માટેની મંજૂરી મળી છે આજે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી નો સભાસદ ભેટ વિતરણ સમારોહ યોજાયો હતો
અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા, પૂર્વ સંયુક્ત રજીસ્ટાર એ.એસ ખંધાર, ભાજપ અગ્રણી નિલેશભાઈ દવે ધારી શાખાના એમડી કેતનભાઇ સોની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો અને સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની ઉપલબ્ધિઓ અવગણિત છે પોતાની માલિકીની શાખાઓમાં કાર્યરત છે સભાસદનો અવસાન થતાં25000 ની સહાય વારસદારને ચૂકવવામાં આવે છે અને બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે માત્ર ચાર ટકાના વાર્ષિક વ્યાજે ધિરાણ આપવામાં આવે છે મંડળીમાં 1984થી આજ સુધી બોર્ડ ડિરેક્ટર ની ચૂંટણી બિનહરી થતી આવી છે ડિરેક્ટરો અને એડવાઈઝરી બોર્ડ મેમ્બરો ચેરમેનને કોઈ પ્રકારની સીટીંગ ફી કે બધા આપવામાં આવતા નથી કોઈ ફરિયાદ થઈ નથી, જરૂરિયાત મુજબ મંડળીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે ,કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ,મેડિકલ એલાઉન્સ, ઘરભાડું ,પ્રોવિડન્ટ ફંડ ,રજા પગાર મકાન લોન ફેસ્ટિવલ લોન આપવામાં આવે છે મંડળીના સભાસદોને લાંબા સમયથી 15% ડિવિડન્ડ આપવા સાથે યોગ્ય સમયે આકર્ષક સભાસદ ભેટ આપવામાં આવે છે મંડળી હવે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવવાનું લક્ષ્ય રાખે છે ના આંકડા જોવા જઈએ તો
શેર ભંડોળ 3,16,07,800/-, થાપણો 1,01,36,26,395/-, ધિરાણો 1,20,50, 21,397/-, અનામત તથા અન્ય ફંન્ડઝ 27,34, 45,033/-, કુલ બીઝનેસ 2,31,40,19,830/-, નફા 4,21,21,121/-, ટર્ન ઓવર 5.91કરોડ, શેર સભાસદ સંખ્યા 22766, ઓડીટ વર્ગ “અ” નેટ એન.પી.એ. ‘0ટકા’
ઉપરોકત આર્થિક પ્રગતિ થતા વિવિધ સવલતો સાથે આ મંડળી હરણફાળ વિકાસ સાથે છેવાડાના માનવીને ‘સહકાર સે સમૃઘ્ધિ’ ના મંત્ર હેડળ લોકોને આત્મનિર્ભર બનાવવા સહકાર ના માઘ્યમથી સિંહ ફાળો આપી રહી છે.
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી છેવાડાના માનવી સુધી સેવા આપનારી સાચી સહકારી મંડળી :એ એસ ખંધાર
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ના સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ સંયુક્ત રજીસ્ટાર એ એસ ખંધારે જણાવ્યું હતું કે બગસરા નાગરિક મંડળી ત્રણ આંકડાથી શરૂ થઈ હતી આજે પ્રગતિ કરીને છ આંકડા સુધી પહોંચી છે 100કરોડથી વધુ ની થાપણ ધરાવતી આ મંડળી વર્ષો સુધી પારદર્શક અને પ્રમાણિક નેતૃત્વ કરતી આવી છે અને સેવાળા ના માનવી સુધી પહોંચનારી સાચી સહકારી સંસ્થા બની હોવાનું મને ગૌરવ છે , બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની આજની સ્થિતિ જોઈને કેવી અનુભૂતિ થાય છે? તેવા અબ તકના પ્રશ્નમાં એ એસ ખધારે જણાવ્યું હતું કે સંસ્થા નો પ્રગતિ અહેવાલ મેં જોયો ત્રણ આંકડાથી શરૂ થયેલી સંસ્થા આજે છ આંકડા સુધી પહોંચી છે એક કરોડની થાપણ હું મૂકીને ગયો હતો આજે 100કરોડની થાપણો છે સંસ્થા કરોડોમાં નફો કરે છે, સંસ્થા ખૂબ પ્રગતિ કરે સમાજની સેવા કરીને લોકોને ઉપયોગી થાય, સ્વસ્તિક મા જેમ ચાર પાંખડા છે તેમ પહેલા ત્રણ પાંખડા સર્વ મંગલ તમામ આત્માઓનું એક થવું પાખડું છે તે સ્વાર્થમાં માટે છે સુવાહક માટે તમે તમારી જાતનો ઉપયોગ કરો તે પહેલા સંસ્થાને 75% સમય સમાજનો છે સંસ્થા જે રીતે કાર્ય કરી રહી છે તેનો ખૂબ આનંદ છે ઓન ફંડ ઉપર ચાલે છે પ્રોફિટ કરતી સંસ્થા છે ,સંસ્થા નાના માણસોને ઉપયોગી થાય છે તે ખૂબ સારી વાત છે . વર્ષો સુધી આવી રીતે પારદર્શક અને પ્રમાણિક વ્યક્તિત્વ અને નેતૃત્વ આપે અને સંસ્થા ફૂલી ફાલી અને સમાજના સેવાના લોકો સુધી જાય અને ઉપયોગી થાય તેવી હૃદયના ઊંડાણથી હું શુભકામના પાઠું છું તેમ કહી એ એસ ખંધા ર ભાવુક બન્યા હતા
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી છઠ્ઠી વખત સૌથી વધુ નફો કરતી સંસ્થા બની: એમડી નિતેશ ડોડીયા
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ના જનરલ એમડી નિતેશભાઇ જણાવ્યું હતું કે ગુજરાતની 6300થી વધુ શરાફી મંડળીઓમાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી સૌથી વધુ નફો કરવાનો સતત છઠ્ઠી વખત વિક્રમ નોંધાવનારી સંસ્થા બની છે સૌથી વધુ નફો કરતી સંસ્થા અને શૂન્ય ક્ષાફ એ એ આ સંસ્થાની સિદ્ધિ છે સંસ્થાને આગળ વધારવા 170લોકોની ટીમ જેમ જ ઉઠાવી રહી છે મંડળીની થાપણ 100 કરોડથી વધુ નો આંક વટાવી ચુકી છે વર્ષો સુધી પારદર્શક અને પ્રમાણિક નેતૃત્વ નો આ પ્રમાણ છે