• બાળકો ઉમેદવાર બની ચૂંટણી લડ્યા
  • જીતેલા ઉમેદવારનું વિજય સરઘસ પણ કઢાયું

02 1 18

Bagsara: એક શાળામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ જ ઉમેદવાર અને ચૂંટણી પ્રક્રિયાનો સ્ટાફ બન્યા હતા અને ચૂંટણીનું આબેહૂબ આયોજન કર્યું હતું. પ્રક્રિયાને અંતે જીતેલા ઉમેદવારનું વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જે અંગે વધુ મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના  નવતર પ્રયોગ એવા  ટેન બેગલેસ ડે અંતર્ગત બાળકોને વિવિધ વ્યવસાયકારો તથા અલગ અલગ પ્રક્રિયાઓનો અનુભવ કરાવવાનો હોય છે. જેમાં બગસરાના પછાત વિસ્તારમાં આવેલી શાળા નંબર ૪ ખાતે બાળ સંસદની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખરની ચૂંટણી પ્રક્રિયાની જેમ જ જાહેરનામું બહાર પાડી, ઉમેદવારી ફોર્મ ભરવા, ફોર્મની ચકાસણી તથા ફોર્મ પાછું ખેચવું, ચૂંટણીનો પ્રચાર, ચૂંટણી પ્રક્રિયાના સ્ટાફ ની તાલીમ, ચૂંટણીના દિવસે મોકપોલ, તેમજ ડિજિટલ  E.V.M. મશીન દ્વારા મતદાનની પ્રક્રિયા અને અંતે મત ગણતરી  શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી કરવામાં આવી હતી. બાળકો જાતે જ સમગ્ર પ્રક્રિયામાં જોડાયા હતા. શાળા સમય દરમિયાન શાળાના  ધોરણ 3 થી ના 250 જેટલા વિદ્યાર્થીઓએ ઓળખપત્ર સાથે મતદાન પણ કર્યું હતું. સાંજના સમયે મત ગણતરી કરી વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ અને મતદારોની આભાર વિધિ  કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં શાળાના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.

01 1 24

સમીર વિરાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.