યુપીના બાગપતમાં Yamuna નદીમાં નાવ પલટી જવાથી ૨૨ લોકોના મોત થઇ ગયા છે. ૧૨ લોકોને દિલ્હી અને મેરઠ માટે રેફર કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ૨૦ લોકો લાપતા છે. રાહત અને બચાવ કાર્ય જારી છે. સીએમ યોગીએ મૃતકો માટે ૨-૨ લાખ સહાયની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે, ઘટના બાગપતના કોતવાલીના કાઠા ગામની છે. નાવમાં સવાર લોકો બાગપતથી હરિયાણા જઈ રહ્યા હતા. સુત્રો દ્વારા જાણકારી અનુસાર, કાંઠા ગામની નિવાસી મહિલા અને પુરુષ દરરોજ નાવ દ્વારા યમુના નદી પાર કરીને મજુરી અને ખેતી માટે હરિયાણા જાય છે.
સીએમએ કર્યું સહાયનું એલાન
સીએમ યોગીએ બાગપતમાં થયેલ નાવ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જીલ્લાધિકારીને મૃતકોના પરિવારજાણોને દરેક શક્ય રાહત અપાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ મૃતકો માટે ૨-૨ લાખ રૂપિયાની સહાયનું એલાન કર્યું છે.