- મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
- કુલ 6 પ્રશ્નોની રજૂઆત કરાઈ
- 3 પ્રશ્નનોનુ સ્થળ પર નિરાકરણ કરાયું
- અન્ય પ્રશ્નોનું નિવારણ લાવવા અપાઈ સુચના
અમરેલીના બગસરામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ 6 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 3 પ્રશ્નનોનુ સ્થળ પર નિરાકરણ કરાયું હતું. જેમાં એસ.ટી.નિગમ, માર્ગ-મકાન વિભાગ, જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરી હતી. જે અંગે અરજદારોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગાના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ તકે બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી, નાયબ મામલતદાર નિહાર વઘાસિયા, પી.આઇ. સાળુકે, પી.એસ.આઇ. કમલેશદાન ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 6 પ્રશ્નનો માંથી 3 પ્રશ્નનનો સ્થળ પર નિરાકરણ કરાયું હતું. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ સેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થાય તે અન્વયે વિવિધ યોજનાઓ અમલીકરણ હોય ત્યારે અમરેલીના બગસરા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મામલતદાર કચેરી ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ 6 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જેમાં 3 પ્રશ્નનોનુ સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં એસ.ટી.નિગમ તેમજ માર્ગ-મકાન વિભાગ જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટ સાહેબને રજુઆત કરતા અરજદારોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગાના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ દરમિયાન બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ નાયબ મામલતદાર નિહાર વઘાસિયા સાહેબ પી.આઇ. સાળુકે સાહેબ, પી.એસ.આઇ. કમલેશદાન ગઢવી સાહેબ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : સમીર વિરાણી