- નગરપાલિકાના કમરતોડ વેરા વધારા સામે શો-રૂમ, દવાખાના, યાર્ડ સહિતની તમામ બજારો બંધ: ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સામાજીક સંસ્થાઓએ શહેરબંધુનું એલાન આપી વિરોધ નોંધાયો
બગસરા પાલિકાએ વેરા વધારો કરવા માટેની મંજૂરી મળતા સામાજિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા આજે શહેર બંધનુ એલાન આપ્યું છે. બગસરામાં જુદા-જુદા વેરા નાખવામાં આવતા દર વર્ષે રૂ.700નો વેરાબોજ શહેરીજનોને પડતો હોવાથી આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સે વેરા વધારાના વિરોધમાં આજે બગસરા બંધનું એલાન આપ્યુ છે. તેમજ તમામ લોકો વિજય ચોક ખાતે ભેગા મળીને શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મળીને આવેદન પણ આપવામાં આવશે. બગસરા નાગરિક દ્વારા તેમને ખુલ્લી ચેલેન્જ કરવામાં આવી હતી કે અમોને માત્ર 50 લાખ આપજો અમો સમગ્ર બગસરા ની ભૂગર્ભ ગટરનું મેન્ટેનન્સ કરીને આપીશું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના ગૌતમમાં છગનભાઈ હીરાણી પ્રમુખ હતા ત્યારે પણ વેરો વધાર્યો નહોતો તો પણ બધા કર્મચારીના નિયમિત પગાર થઈ જતા હતા. આ ઉપરાંત હાલમાં નગરપાલિકામાં ખોટી રીતે રોજમદાર તરીકે સગા સંબંધીઓના લોકો ને નોકરીમાં રાખીને નગરપાલિકાને પણ આર્થિક નુકસાન કરે છે
જયારે પહેલા સ્ટ્રીટ લાઈટ વેરો જીરો હતો હવે 50 કરેલ છે ભૂગર્ભ ગટર નો વેરો પણ જીરો હતો જે વધારીને 250 કરવામાં આવ્યો પાણી રહેણાંક વેરો પહેલા 600 હતો હવે 900 કરેલ પાણી બિન રહેણાંક વેરો 1300 હતો જે વધારીને 1700 કરેલ સફાઈ રહેણાંક વેરો 15 હતો હવે 100 કરેલ સફાઈ બિન રહેણાંક વેરો 25 હતો 100 કરેલ છે આમ ટોટલ રહેણાંક નો 750 વધારેલ તેમજ બિન રહેણાંક નો 850 વધારેલ છે
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં બગસરા પાલિકાના વહીવટદારો દ્વારા પ્રજા ઉપર અસહ્ય વેરો વધારો કરતો ઠરાવ પસાર કરેલ જે પ્રજાને કમરતોડી નાખતો વધારો હોઈ જેના અનુસંધાને આ આંદોલન કરવાની ફરજ પડી છે જો એક દિવસના બંધને જોઈ કોઈ વહીવટદારો દ્વારા વેરો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા આગામી દિવસોમાં શહેર ના રહીશો દ્વારા ગાંધીજી ચિંધ્યા માર્ગે આગળનું આંદોલન કરવામાં બંધનું એલાન કરવામાં આવેલ છે.
તમામ લોકોની સહમતી લઇને વેરો વધારેલ હતો તો હવે બંધ રાખીને વેપારીઓને આર્થિક નુકશાની શા માટે આપો છો એક તો મંદી હોવાથી વેપારીઓ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે એમાં બંધ પાળવાથી વધુ નુકશાની આપવી ના જોઈએ અને વેરો વધારવો જોઈએ…
બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ પણ વિરોધ દર્શાવ્યો છે તેમણે બગસરા માર્કેટિંગ યાર્ડ શાકભાજી ની હરાજી બંધ તેમજ અનાજ કઠોળ તમામ હરાજી વન રાખી યાર્ડ બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે તેમણે જણાવ્યું હતું કે આ કમર તોડ વેરો વધારીને લોકોને આર્થિક ફટકા આપે છે આ ઉપરાંત અનેકવાર પ્રજાને નગરપાલિકા ના ચીફ ઓફિસર તથા ચૂંટાયેલા સત્તાધીશોને રજૂઆત કરી છતાં માત્ર મત લેવા આવતા હોય અને રીક્ષા મોકલી અને મતદારોને મત લઈ જીતી જાય એટલે કોણ હું ને કોણ તું તેઓ વ્યવહાર બગસરાના મતદારો સાથે કરતા માટે આનો સખતને સખત વિરોધ કરી સમગ્ર બગસરા બંધમાં ટેકો આપવો જરૂરી છે. તેના પ્રમાણમાં કામ કર્તા નથી ઠેર ઠેર ગટરો ઉભરાય છે ઠેર ઠેર ગંદકી ના ગંજ જોવા મળે છે. સફાઈ થતી નથી આ બાબતે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં પણ આવેલ છે જયારે આ બંધ માં ચેમ્બર તેમજ કિરાણા એસોસિયેશન દ્વારા શહેરના લોકોને આપીલ કરવામાં આવી છે.