બગસરામાં આજ રોજ સંસદ પૂનમ માડમ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા આવવાના હતા. બાયપાસ ડેરી પીપળીયા ચોકડીથી બગસરા તરફ જતા સીસી રોડનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું હતું. પૂનમ માડમ જામનગરના સાંસદ છે. તેમનો આવવાનો સમય 3:30 કલાકે હતો સાંજના પાંચ વાગ્યા સુધી તેઓ આવ્યા નહોતા.

WhatsApp Image 2022 06 07 at 6.15.58 PM 1

લોકો તથા પત્રકારો કલાકો સુધી તેમની રાહ જોઈને ચાલ્યા ગયા હતા તેમજ અમુક ભાજપના કાર્યકર્તાઓ પણ રાહ જોઈને જતા રહ્યા હતા.

બગસરામાં જામનગરના સાંસદના આવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી. બપોરે સાડા 3:30 કલાકે તેમનો આવવનો સમય હતો. છતાય તેઓ સાંજના ૫ વાગ્યા સુધી આવ્યા નહોતા. લોકો અને પત્રકારો તેમની રાહ જોતા હતા છતાં તેઓ ન આવતા પ્રજાજનો અને પત્રકારો રોષે ભરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.