ધમાલ બાદ પોલીસ પ્રોટેકશનની કરાઇ માંગણી
બગસરા સ્વામીનારાયણ મહિલા મંદિરમાં રપ જેટલી સાંખ્યયોગી મહિલા બહેનો રહી ઘરસંસારનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરી રહીયા છે. પરંતુ તા. 27 ના રોજ સવારે સ્વામીનારાયણ મંદિર બગસરાના ટ્રસ્ટી દલસુખભાઇ ગોવિંદભાઇ હિરપરા, ગોવિંદભાઇ પ્રેમજીભાઇ રાઠોડ તથા પાર્ષદ પરેશભગત ઉર્ફે નિગુર્ણ સ્વામી વિગેરે વ્યકિતઓનું ટોળુ લઇને મહિલા મંદિર ઉપર હુમલો કરેલ છે અને કહેવાતા રાકેશપ્રસાદ ને સાથે લઇ બિનકાયદેસર રીતે મહિલા મંદિરમાં દાખલ કરવાની કોશીષ કરેલ અને જેમાં સાંખ્યા યોગી મનીષાબેન તથા ગૃહસ્થ મહિલા રસીલાબેન લાકડીથી ધાકા મારી બળજબરી પૂર્વક અંદર ઘુસવાના પ્રયત્ન કરેલ હતા. તેમજ રાત્રિના સમય પણ આવારા તત્વને મોકલી દરવાજો ખખડાવે છે.
જેથી સાંખ્યયોગી બહેનો ભયભીત થઇ ગઇ છે અને પોલીસ પ્રોટેકશનની માંગણી કરેલ છે અને મજકુર જગ્યામાં પુરૂષોનું મંદિર તથા મહિલાનું મદિર આવેલ છે જેથી મહિલા મંદિર અને પુરુષોના મંદિર વચ્ચે દિવાલ કરવાની માંગણી કરેલ છે આમ બગસરાના સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ તથા સંતો દ્વારા સાંખ્યાયોગી બહેનોને હેરાનગતિ કરીને પુરા સંપ્રદાય ના હરિભકતોની લાગણી દુભાંણી છે અને સનાતનધર્મને લાંચન લાગે તેવું કૃત્ય કરેલ છે.