પોપ સોન્ગ પાગલને ૨૪ કલાકમાં સાડા ૭ કરોડથી પણ વધુ લોકોએ જોયો : અગાઉ આ રેકોર્ડ કે-પોપ ગ્રુપ બિટીએસના ’બોય વિથ લવ’ વીડિયોના નામે હતો
રેપર બાદશાહે તેનું નવું સિંગલ પાગલ યુ ટ્યુબ પર રિલીઝ કર્યું છે. તેના આ વીડિયોએ યુ ટ્યુબ પર તુફાન મચાવી દીધું છે. યુ ટ્યુબ પર ૨૪ કલાકમાં સૌથી વધુ વાર જોવાયેલ વીડિયો હવે બાદશાહનો છે. તેણે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ અને સાઉથ કોરિયન ગ્રુપ ઇઝજને પાછળ રાખી આ રેકોર્ડ બનાવ્યો છે. બાદશાહના સોન્ગ પાગલના વીડિયોને ૨૪ કલાકમાં ૭૫ મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે એટલે કે ૨૪ જ કલાકમાં સાડા ૭ કરોડથી પણ વધુ લોકોએ આ વીડિયો જોયો છે.
આગાઉ ૨૪ કલાકમાં સૌથી વધુ વાર જોવાયેલ વીડિયો કે-પોપ ગ્રુપ ઇઝજનો ઇજ્ઞુ શર્વી હીદ વીડિયો હતો. તે વીડિયોના ૨૪ કલાકના ૭૪,૬૦૦,૦૦૦ વ્યૂ હતા. તે પહેલાં આ રેકોર્ડ ટેલર સ્વિફ્ટના લૂક એટ વ્હોટ યુ મેડ મી વીડિયોના નામે હતો. બાદશાહ પહેલાં આ બે જ એવા આર્ટિસ્ટ હતા જેમના વીડિયોને ૨૪ કલાકમાં ૬૦ મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હોય.બાદશાહના પોપ સોન્ગ પાગલથી પ્લેયબોય મેગેઝીનની મોડેલ રોઝ રોમેરોએ બોલિવૂડ ડેબ્યુ કર્યું છે. આ વીડિયોનું શૂટિંગ લોસ એન્જલસમાં થયું હતું.