•  આગામી ત્રણ દિવસ ખરાબ હવામાનની આગાહી, હોટેલ બુકીંગ કર્યા વગર આવેલા યાત્રિકોને શ્રીનગર ખાતે જ રોકી દેવાયા
કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પર મોટા પથ્થરોના ઢગલા થઈ ગયા હતા. જેના કારણે મોડી રાત્રે ચાર ધામ યાત્રા અટકાવી દેવામાં આવી હતી. મુસાફરોને નજીકના શહેરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એનઆઈટી ઉત્તરાખંડ અને બદ્રીનાથ બસ સ્ટેન્ડ નજીક જ્યાં ચાર ધામ યાત્રીઓને રોકવામાં આવ્યા છે ત્યાં ચેકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.
બદ્રીનાથ નેશનલ હાઈવે થવાના કારણે બ્લોક કરી દેવાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં બદ્રીનાથ દર્શને જનાર યાત્રિકોને આઠ કલાક જેટલો લાંબો સમય હેરાનગતિ ભોગવી પડી હતી. ગોવિંદઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂસખલન થયું હતું. દૈન્ય વાત એ છે કે જે આ આઠ કલાકના સમયગાળામાં યાત્રિકોએ યાતના ભોગવી પડી તેમાં તેઓને ફૂડ પેકેટ અને પાણીની બોટલ ઉતરાખંડ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ખરાબ હવામાન હોવાના કારણે જે યાત્રિકોએ હોટલ બુકીંગ અથવા તો ગેસ્ટહાઉસ બુકિંગ ન કરાવ્યું હોઈ તો તેઓને શ્રીનગર ખાતે જ રોકી દેવામાં આવે છે જેથી તે રૂટ ઉપર કોઈ વધુ ભીડ ન થાય અને યાત્રિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે.
કેદારનાથમાં છેલ્લા ઘણા દિવસથી હળવી હિમવર્ષા થઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વરસાદ અને હિમ વર્ષા થઈ શકે છે જેથી યાત્રિકોએ સંપૂર્ણ રીતે સાવચેતી જાળવવી આવશ્યક છે. નહીં સરકારે કેદારનાથ યાત્રાએ આવનાર યાત્રિકોને ચાર મેં સુધી તેમનો પ્રવાસ રદ કરવા જણાવ્યું છે. ચારધામ યાત્રા શોચાલુ રૂપથી આગળ વધી શકે તે માટે ઉત્તરાખંડ સરકારે ત્રણ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે.
નૈનિતાલ પર સંકટ વધ્યું, મકાનોમાં તિરાડો પડી
ઉત્તરાખંડમાં જોશીમઠ બાદ નૈનિતાલ પર પણ સંકટ તોળાઇ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામો, આડેધડ વૃક્ષછેદન સહિતના કારણોસર નૈનિતાલના કેટલાક ભાગોના મકાનોમાં તિરાડો પડી રહી છે. નૈનિતાલના મોલ રોડ નજીકના તથા અન્ય કેટલાક ભાગોના મકાનોમાં તિરાડો પડવાનું શરૂ થઇ ગયું છે. કેટલાક મુખ્ય માર્ગો પર પણ તિરાડો દેખાવા લાગી છે. નૈનિતાલના શેર કા ડંડા અને બલિયા નાલા વિસ્તારોના મકાનોમાં તિરાડો જોવા મળી રહી છે. શેર કા ડંડામાં અંદાજે બે-ત્રણ હજાર અને બલિયા નાલામાં 25 મકાન આવેલા છે. અગાઉ બલિયા નાલા વિસ્તાર ભારે અસ્થિર થઇ જતા ત્યાંના મોટાભાગના મકાનો તોડી પડાયા હતા અને ત્યાંના લોકોને નજીવું વળતર આપીને તેમનું નજીકના દુર્ગાપુર ગામમાં પુનર્વસન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.