ગાર્હવાલ હિલ્સ ઉપર ૧૦ હજાર ફૂટની ઉંચાઈએ આવેલ ચારધામનું એક સ્થળ બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી લોકોની આસ્થાનું સાક્ષાત પ્રતિક
ભારતના ચારધામમાનું એક એવું ઉત્તરાખંડનું બદ્રીનાથ મંદિરના દ્વારા લાંબા સમયના બ્રેક બાદ ૧૦ મેના રોજ વહેલી સવારે ૪.૧૫ વાગ્યે દર્શન માટે ખૂલ્લા મૂકાશે ગાર્હવાલ હિલ્સ ઉપર ૧૦ હજાર ફૂટની ઉંચાઈ પર આવેલ ગંગોત્રી, યમુનોત્ર અને દેશભરનાં લોકોની આસ્થાનું પ્રતિક છે.
તેહરીના નરેન્દ્રનગરમાં વસંત પંચમીના ઉત્સવ નિમિતે બદ્રીનાથના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી.
ભાજપના એમપી રાજય લક્ષ્મી કે, જે રજવાડી ઘરાનામાંથી આવે છે તેઓ ૨૪મી એપ્રીલે ધાર્મિક યાત્રાસ્થળો ફરીથી ખૂલી રહ્યા હોવાની ધાર્મિક ઉજવણીના ઉત્સવમાં ઉપસ્થિત રહેશે ગત વર્ષ શિયાળામાં ૨૦ નવેમ્બરના રોજ મંદિરના દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવ્યા હતા કારણ કે આ સમય દરમ્યાન ત્યા બર્ફ વર્ષા થતી હોય છે.