આજે વહેલી પરોઢિયે ૪-૧પ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર, પૂજા-અર્ચના અને વિધિવિધાન સો ભૂ-વૈકુંઠ શ્રી બદરીનાધામનાં કપાટ શ્રદ્ધાળુઓના દર્શનો ખોલવામાં આવ્યાં હતાં. બદરીનાધામનાં કપાટ ખૂલતાંની સો જ ઉત્તરાખંડની ચારધામ યાત્રા વિધિવત્ શરૂ ઇ ગઇ છે. હવે આગામી છ મહિના સુધી ભગવાન બદરી વિશાલની પૂજા ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ બદરીનાનાં દર્શન કર્યાં હતાં. આજે સવારે ૭-૧પ કલાકની આસપાસ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચી ગયા હતા. અહીંી લશ્કરના ખાસ વિમાન દ્વારા બદરીના જવા રવાના યા હતા. તેમની સો રાજ્યના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર રાવત અને રાજ્યપાલ કે. કે. પોલ પણ જોડાયા હતા. સવારે ૭-૧પી મંદિર પરિસરને ઝીરો ઝોન જાહેર કરાયું હતું અને શ્રદ્ધાળુઓને હટાવી દેવાયા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ માટે ફરીી દર્શન શરૂ કરાયાં હતાં.
બદરીનાધામમાં મધરાતી જ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જામવી શરૂ ઇ ગઇ હતી. કપાટ ખૂલતાંની સો જ ભગવાન બદરી વિશાલના જયઘોષ સો બદરીનાધામ ગુંજી ઊઠ્યું હતું. આ દરમિયાન સેનાના બેન્ડની ધૂન સો જ શ્રદ્ધાળુઓ ભગવાનના જયજયકાર લગાવતા રહ્યા હતા. ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતાં. કપાટ ખૂલવાની પ્રક્રિયા ૩-૦૦ વાગ્યાી શરૂ ઇ ગઇ હતી. મુખ્ય પૂજારી ઇશ્વરીપ્રસાદ નામ્બુદ્રી રાવલ પોતાના નિવાસસનેી ઓધવજીને લઇને મંદિરના સિંહદ્વાર પર પહોંચ્યા હતા. આ દરમિયાન બામણી ગામના બારીદાર પણ કુબેર ગલીી ભગવાન કુબેરને લઇને સિંહદ્વાર સુધી પહોંચી ગયા હતા. મંદિરના પ્રાંગણમાં સિંહદ્વાર પર ૩-૩૦ કલાકે ર્પ્રાના મંડપમાં પૂજા-અર્ચના કાર્યક્રમ શરૂ ઇ ગયો હતો. ત્યારબાદ લગભગ ૪-૧પ કલાકે મંદિર સમિતિના પદાધિકારીઓ, વેદપાઠીઓની હાજરીમાં મંદિરનાં કપાટ ખૂલ્યાં હતાં. મુખ્ય પૂજારી ઇશ્વરીપ્રસાદ નામ્બુદ્રી રાવલે ગર્ભગૃહમાં જઇને આ વર્ષની પ્રમ પૂજા શરૂ કરી હતી અને સો જ ઓધવજી અને કુબેરજીને ભગવાન બદરી વિશાલ સો સપિત કર્યા હતા.