- આરોગ્ય કેન્દ્રના ડો.સીમા મેમણે વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ઈડર તાલુકાના બડોલી ખાતે આવેલ પરીક્ષા કેન્દ્ર પર ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપતી વિદ્યાર્થીનીને અચાનક છાતીમાં દુખાવો થતાં 108 મારફતે સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ બડોલીમાં મંગળવારના રોજ બડોલી વિદ્યોતેજક મંડળ સંચાલિત આર.એચ.જાની હિંગવાલા ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના ભૂગોળ ના પેપરમાં યુનિટ-2 માં મલાસા ગામની અને રેવાસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી રાધાબેન મહેન્દ્રભાઈ અસારી પરીક્ષા આપતી હતી તે દરમિયાન 11.30 કલાકે અચાનક રાધાબેનને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતા તાત્કાલિક બડોલી આરોગ્ય કેન્દ્રના ડો.સીમા મેમણે આવી પ્રાથમિક તપાસ કરી 108 મારફતે સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર કરવામાં આવી હતી.