૧૦ વર્ષની રિલેશનશીપ બાદ હવે બોયફ્રેન્ડ સાથે દાંપત્યજીવનની શરૂઆત કરશે સાઈના
બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. જે ખુબ જ ખાનગી સેરેમની રહેશે. હાલ બંનેના પરીવારો લગ્નની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર સાઈના અને પારૂપલ્લી છેલ્લા દસકાથી જ રિલેશનશીપમાં હતા. આખરે હવે લગ્ન કરી રહ્યા છે.
સાઈના બે વખત ઓલમ્પીક મેડાલીસ્ટ રહી ચુકી છે તો એશિયન ગેમ્સ અને કોમનવેલ્થમાં સાઈનાએ અનેક મેડલો ભારતના નામે નોંધાવ્યા છે. જણાવી દઈએ કે પારૂપલ્લી કશ્યપ પણ કોમન વેલ્થમાં મેંડલ મેળવી ચુકયા છે. લગ્નમાં ફકત ૧૦૦ લોકો જ જોડાશે. પ્રોફેશનથી બંને બેડમિંટન સ્ટાર છે. તેના લાંબા રિલેશનશીપ અંગે કયારેય તેમણે સ્પષ્ટતા કરી ન હતી.પરંતુ મિત્રો સાથે તે બન્ને બહાર ફરતા જોવા મળ્યા હતા.
૧૬મી ડિસેમ્બરે સાઈના લગ્ન કરી રહી છે. સાઈના અને કશ્યપ પોએલા ગોપિચંદ બેડમિંટન એકેડમીમાં ૨૦૦૫માં પ્રથમ વખત મળ્યા હતા. ગયા મહિને જ સાઈનાએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. બન્ને એક જ ફિલ્ડના ખેલાડી હોવાને કારણે તેઓ મળ્યા હતા અને મુલાકાત વધી અને હવે સાઈના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી રહી છે.
સાઈના એન પારૂપલ્લી બંને બેડમિંટનની ટ્રેનિંગ પ્રખ્યાત સ્ટાર કોચ પોએલા ગોપિચંદ પાસેથી મેળવી રહ્યા હતા. ૨૮ વર્ષિય ભારતીય ખેલાડીએ બેડમિંટન ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જોકે ઈન્સ્ટાગ્રામ ઉપર તેની ડેટીંગ અંગેની ચર્ચાઓ થઈ હતું પરંતુ બંનેએ કયારેય ખુલાસો કર્યો ન હતો.