ભૂમાફીયા બલીને ત્રણ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ.
શહેર પોલીસ દફતરે અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બલી ડાંગરને બે વર્ષ માટે રાજકોટ શહેર, જિલ્લા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો.નામચીન શખ્સ અગાઉના ગુનામાં જામીન મૂકત થતા જ પોલીસે હદપારના હુકમની બજવણી કરી તેને રાજકોટથી રવાના કરી દીધોહતો.
રાજકોટમાં અગાઉ અનેક જમીન મકાનનાં ગોટાળા કરવાના ગુનામાં તેમજ આર્મ્સ એકટ અને હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા જામનગર રોડ પરની વાંકાનેર સોસા.માં રહેતા બળદેવ ઉર્ફે બલી વિરભાનું ડાંગર ઉ.૩૧ ની અગાઉના ગુનામાં ધરપકડ થઈ હતી અને તે જેલમાં ધકેલાયો હતો. માથાભારે બલી ડાંગર છાશવારે શહરેમાં ધમાલ કરી નિદોર્ષ લોકોને રંજાડતો હોવાથી શહેર પોલીસે તેને બે વર્ષ માટે હદપારનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે બલી ડાંગર જેલમાં હતો.અગાઉના ગુનામાં જેલમાંથી બલી ડાંગર જામીન મૂકત થતા જ ક્રાઈમ બ્રાંચે હદપારના હુકમની બજવણી કરી હતી. પોલીસે બલી ડાંગરને રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની હદપાર કરી દીધો છે.