મલેશિયાના બે બેડ્મિન્ટન ખેલાડીઓ મેચ-ફિક્સિગં અને ભ્રષ્ટાચારના આરોપોમાં ગુનેગાર સાબિત થયા છે અને તેમના રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને કારણે તેમની કરિયર પર અત્યારથી જ પડદો પડી ગયો છે.
બેડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશને જણાવ્યું છે કે પચીસ વર્ષીય ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન ઝુલ્ફાદલી ઝુલ્કીફ્લી પર ૨૦ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ જ તેને ૨૫,૦૦૦ ડોલર (અંદાજે ૧૬.૬૭ લાખ રૂપિયા)નો દંડ પણ કરવામાં આવ્યો છે.
ટેન ચુન સીઆન્ગ નામના ૩૧ વર્ષીય ખેલાડીના રમવા પર ૧૫ વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે અને તેણે ૧૫,૦૦૦ ડોલર (૧૦ લાખ રૂપિયા)નો દંડ પણ ભરવો પડશે.
ઝુલ્ફાદલીએ ઘણા લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર અને ફિક્સિગં વિરોધી કાયદાઓનો ભંગ કર્યો હતો તેમ જ ચાર મેચના પરિણામો બદલાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેણે ૨૦૧૧ની સાલમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડેન્માર્કના વિક્ટર ઍક્સલસેનને હરાવ્યો હતો. ટેન સીઆન્ગ ૨૦૧૦ની સાલમાં મલયેશિયા વતી થોમસ કપ ટુર્નામેન્ટમાં રમ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com