ઘણી વખત તમે નોંધ્યુ હશે કે મોટા-મોટા રેસ્ટોરન્ટોમાં સર્વ કરાયેલી ડિશ એકદમ યુનિક અને ટેસ્ટી તો હોય જ છે પરંતુ તેના ખાવાનું સાવ ઓછુ હોય છે. તમે ક્યારેય વિચાર્યુ આવુ શા માટે ? તો તેના પણ અમુક કારણો છે.

– લગ્ઝુરિયસ રેસ્ટોરામાં ક્વોન્ટીટી કરતા ક્વોલીટી વધુ મહત્વ ધરાવે છે. માટે તેમની સામગ્રી પર મોંઘી હોય છે. ડિશ પુરી કમ્પલીટ કરતા જ તેને ખર્ચ વધી જાય છે. માટે તે રેસ્ટોરેન્ટોને પરવળે માટે તેને ઓછી માત્રામાં સર્વ કરવામાં આવે છે.

– થોડુ અને આકર્ષક ખાવાની ઘણાં લોકોને ઇચ્છા થતી હોય છે જેની માત્રા ઓછી હોય આમ છતા તેમાં વધુ પૈસા ખરીદવા લોકો આસાનીથી તૈયાર થઇ જાય છે. આવા લોકો ક્વોલિટી માટે પૈસા દેવા તૈયાર હોય છે. તેઓ….ભોજનનો સ્વાદ લેતા ખાતા હોય છે માત્ર પેટ ભરવા માટે નહીં….

– લગ્ઝુરિયસ રેસ્ટોરેન્ટમાં લોકો વધુ સ્વાદને આગ્રણીયતા આપે છે કારણ કે તેમના ગ્રાહકો અલગ અલગ વેરીયન્ટસને ટેસ્ટ કરવા માંગતા હોય છે.

– ગાર્નિશીંગ પ્લેટ્સ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.જે લોકોને ખાવાની તલબ વધારે છે. ઓછી ક્વોન્ટિટી હોવાને કારણે ગાર્નિશીંગ વધુ આકર્ષક બનાવી શકાય છે. અને થોડા જ ફુડમાં પ્લેટીંગ દ્વારા ડિશને ડિલિશિયસ લૂક આપી શકાય છે.

– લોકોની ચોઇસ બદલી રહી છે તેઓ માત્રા જોતા નથી ઓછુ છેકે વધુ તેઓ ક્વોલિટી ફુડની અપેક્ષા રાખે છે અને માને છે કે થોડુ ખાવુ પણ સારુ ખાવુ…

– મોંઘા રેસ્ટોરન્ટોએ ગ્રાહકોના મગજમાં વાત બેસાડી દીધી છે. કે મોઘું ભોજન ઓછું અને સારુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.