એક તરફ સરકાર દ્વારા જનધન યોજનાનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા ચોકાવનારી છે. સરકારે ગત્ત દિવસે એક નિવેદનમાં જણાવ્યુ કે 20 ડિસેમ્બર 2017 સુધીમાં 50 લાખ જનધન ખાતાને બંધ કરી દેવામાં આવ્યા છે. જેમા સૌથી મોખરે ઉત્તર પ્રદેશ છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે જનધન ખાતા બંધ રરવામાં આવ્યા છે. ખાતા બંધ કરવામાં અનુક્રમે મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાનનો નંબર આવે છે. જનધન યોજના હેઠળ બેંકમાં 31 કરોડ ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાથી 24.64 કરોડ ખાતામાં નાણીકીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમા 9.62 લાખ ખાતા બંધ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમા 4.44 લાખ ખાતા બંધ કરાયા. ગુજરાતમાં 4.19 લાખ, તમિલનાડુમાં 3.55 લાખ, રાજસ્થાનમાં 3.11 લાખ, મહારાષ્ટ્રમાં 3 લાખ અને બિહારમાં 2.90 લાખ ખાતાઓ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પંજાબમાં 2.28 લાખ, પશ્વિમ બંગાળમાં 2.23 લાખ અને દિલ્હીમાં 1.65 લાખ જનધન ખાતા બંધ કરવામાં આવ્યા છે.