અમદાવાદ-મુંબઇ હાઇવે ‘કાળમુખો’ બન્યો
એપ્રિલ થી નવેમ્બર માસ દરમિયાન 271 દુર્ઘટના હાઇવે પર ઘટી
દિન પ્રતિ દિન રોડ અકસ્માતના કેસો વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મુંબઈ હાઈવે હાલ કાળમુખો સાબિત થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન અમદાવાદ મુંબઈ હાઇવે પર 271 જેટલી દુર્ઘટના ઘટી છે જેમાંથી 109 લોકોના મોત નીપજયા છે જે અત્યંત દુ:ખની વાત છે. વર્ષ 2021 ના સર્વેમાં પણ મુંબઈ અમદાવાદ હાઈવે ને એક્સિડન્ટ પ્રોન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. મુંબઈ વિધાનસભામાં ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી અને શિવ સંગ્રામ અને લીડર વિનાયક મેટે નું જે રીતે રોડ અકસ્માતમાં મોત થયું તે પ્રશ્ન વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો જેના જવાબમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ માહિતી આપી હતી.
સભાખંડમાં ઉપસ્થિત અન્ય નેતાઓએ પણ સિક્યુરિટી ઓડિટ અને જે એક્સિડન્ટ કરનાર આરોપીઓ છે તેના ઉપર લેવામાં આવેલા કાયદાકીય પગલા અંગે પણ માહિતી આપવા જણાવ્યું છે. નહિ હાઇવેના મેન્ટેનન્સમાં જે કોઈ એજન્સીએ ખામી રાખી હોય તેમના ઉપર પણ કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ પણ
ઉઠવામાં આવી હતી. 118 સળ નો અમદાવાદ મુંબઈ વચ્ચેનો જે હાઇવે કે જે થાને અને પાલઘર થી પાસ થાય છે તે હાઇવે ઉપર યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની માંગ કરવામાં આવી છે એટલું જ નહીં આ હાઇવે ઓજારો ન બને તેના માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પણ જણાવાયું છે.આવનારા સમયમાં અમદાવાદ મુંબઈ હાઈવે લોકો માટે કાળમુખો ન બને તે માટે બંને રાજ્યની સરકાર આ અંગે ગંભીરતાથી વિચારવી મશ કરી યોગ્ય પગલાંઓ લેશે અને અકસ્માતનો આંક નીચો લાવવા પ્રયત્ન પણ હાથ ધરશે.