બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઠરાવ મુજબ રાજયના તમામ બાર એસોસીએશનની આજે ચુંટણી યોજાઈ હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લા અને તાલુકા મથકે મતદાન યોજાયું જે રાજકોટ બાર એસોસીએશનના ચુંટણીમાં સમરસ અને એકટીવ પેનલ વચ્ચે કાંટે કી ટકકર સમાન જંગ જામ્યો છે. જેમાં સવારે ગુલાબી ઠંડી વચ્ચે ધીંગુ અને બપોરના સુમારે ધીમુ મતદાન નોંધાયું છે. ૬૭ ટકા મતદાન નોંધાયું.
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં પ્રમુખ પદે બકુલભાઈ રાજાણીની નિમણૂક થઈ છે , તેમજ ઉપ પ્રમુખ પદે જાડેજા સિદ્ધરાજસિંહ ચૂંટાયા છે , ત્યારબાદ સેકેટરી પદે જોશી જિજ્ઞેશભાઈ ચૂંટાયા છે. જાઈન્ટ સેક્રેટરી તરીકે પટેલ નિલેષ તેમજ લાઈબ્રેરી સેકેટરી પદેજોશી મનીષ તેમજ કારોબારી મહિલા અનામત પદે પટેલ રેખાબેન જીત્યા છે.
બાર એસોસીએશનની ‘વન બાર વન વોટ’ મુજબ યોજાયેલી ચુંટણીમાં ૨૧૫૩ મતદારો નોંધાયા હતા. ૧૪૬૦ વકીલોએ મતદાન કર્યું છે ટણીની કામગીરી મુખ્ય ચુંટણી અધિકારી તરીકે મહર્ષિભાઈ પંડયા, જયેશ અતિત અને તેની મદદગારીમાં અતુલભાઈ દવે અને જશુભાઈએ મદદમાં કામગીરી બજાવી હતી.