કાપડમીલમાં સિટી ટ્રેડ પ્રોજેકટમાં બુકિંગનાં નામે નાણા ઉઘરાવ્યા: રોકાણકારોને નાણા ન ચુકવી બિલ્ડરે પ્રભુના પાડોશીના નામે પ્રોજેકટનો પ્રારંભ કર્યો

શહેરના કેનાલ રોડ પર આવેલી જુની કાપડ મીલમાં પ્રભુના પાડોશી થવાના ધાર્મિક સ્લોગન દ્વારા રેસીડેન્સી પ્રોજેકટમાં ૧૦ વર્ષ પૂર્વે સીટી ટ્રેડ સેન્ટર નામે કોમર્શિયલ પ્રોજેકટનાં બુકિંગ અને રોકાણ કરનાર વેપારી દ્વારા પોલીસ કમિશનરને લેખિત રજુઆત કરી નિવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને બેક બોન એન્ટરપ્રાઈઝના સંચાલકો સહિતના સામે છેતરપિંડી કર્યાનું જણાવ્યું છે.

વધુ વિગત મુજબ શહેરના કેનાલ રોડ ઉપર આવેલી જુની કાપડ મીલમાં સીટી ટ્રેડ સેન્ટરનાં નામથી મોટો કોમર્શિયલ પ્રોજેકટ બિલ્ડર પેઢી બેકબોન એન્ટરપ્રાઈસ તથા અમદાવાદની પેઢી નિવા ઈન્ફ્રાસ્ટ્રકચરના સંયુકત સાહસથી શરૂ કરવામાં આવેલ. પ્રોજેકટમાં શોરૂમ, દુકાનો, ઓફિસો, બુકિંગ કરાવેલ અને જે અંગે આ પેઢીના સંચાલકોએ રોકાણકારો સાથે સાટાખત કરારો પણ કરેલ અને અમુક રોકાણકારો પાસેથી કાચી ચીઠીઓને આધારે નાણા મેળવેલા હતા. લોભામણી જાહેરાતોને લીધે રાજકોટના અનેક સોની વેપારીઓ અને નાના વેપારીઓએ આ કોમર્શિયલ પ્રોજેકટમાં રોકાણ કરેલ અને બુકિંગ લેતી વખતે બિલ્ડરોએ પ્રોજેકટ ૩૦ માસમાં પૂર્ણ કરી કબજો સોંપી આપવાની વાતો કરેલી હતી અને ત્યારબાદ અચાનક આ પ્રોજેકટનું કામકાજ બંધ કરી દેવામાં આવેલું અને રોકાણકારો બંને બિલ્ડર પેઢીઓના ધકકા ખાવા લાગેલા અને આ પ્રોજેકટ બહુ જલ્દી પૂર્ણ કરી બધાને કબજો સોંપી આપીશું તેવા વાયદાઓ છેલ્લા ૧૦ વરસથી આ બિલ્ડરો રોકાણકારોને આપી રહ્યા હતા.

આ જમીન ઉપર સીટી ટ્રેડ સેન્ટર કોમર્શીયલ પ્રોજેકટની જગ્યાએ વૈષ્ણવ એવન્યુ નામનો રહેણાંક ફલેટનો પ્રોજેકટ બેકબોન એન્ટરપ્રાઈસના સંચાલકોએ પ્રભુના પાડોશી બનવાની ઘન ઘડી જેવા ધાર્મિક સ્લોગનો લખી આ પ્રોજેકટની જાહેરાતો આવતા જુના રોકાણકારોને કરાર મુજબ તેમની મિલકતોનો કબજો આપવાને બદલે આ બિલ્ડરોએ ત્યાં નવો પ્રોજેકટ શરૂ કરી નવા રોકાણકારોને ચુનો લગાડવાનો કારસો રચેલ હોવાનું જણાઈ આવતા જુના રોકાણકારો પૈકી અંકિત જવેલર્સવાળા મનોજભાઈ સોની, નરોતમભાઈ સોની, ડો.અલીહુસેન વોરા, દેવેનભાઈ દેસાઈ અને શૈલેષભાઈ ચાવડા વિગેરેએ તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે પોલીસ કમિશનરને નિવા ઈન્ફ્રાના સુધાશુસિંહ, પ્રકાશ મંગતણી, ગીરીજાબેન, રક્ષાબેન અને બેકબોન એન્ટરપ્રાઈઝના મનસુખભાઈ ઝાલાવડિયા, કિશોરભાઈ અને ભુપતભાઈ તેમજ નિતેશભાઈ ઉકાણી, રાકેશભાઈ દેસાઈ, મનીષભાઈ જસાણી અને વૈષ્ણવ એવન્યુ પ્રોજેકટનાં તમામ જવાબદાર સંચાલકો વિરુઘ્ધ આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૩૪, ૧૨૦ (બી) વિગેરે મુજબની ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી છે. આ કેસમાં તમામ રોકાણકારો વતી એડવોકેટ સંજય એચ.પંડિત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.