બિઝનેસના ૧૦૦ મોસ્ટ ક્રિએટીવ લોકોમાં પ્રસાદ નવમાં સ્થાને
એમેઝોનના સ્માર્ટ સ્પીકર એમેઝોન એકો વિશે તો આપ સૌ જાણતા જ હશો. આ વાયરલેસ સ્પીકર તમારા અવાજ પર કામ કરે છે. કોઈને ફોન લગાવવો હોય, પસંદગીના ગીત સાંભળવા હોય, ક્રિકેટ સ્કોર જાણવો હોય બસ અવાજ કરો અને જવાબ હાજર. આ બધી સુવિધા એમઝોનના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આર્ટિફિશિયલ ઈટેલિસેન્સ એમઝોન એલેકસાના કારણે છે પરંતુ શું આપને ખબર છેકે આની પાછળ પણ ભારતીય ભેજુ કામ કરે છે.
ઝારખંડના રાંચીના રહેવાસી એન્જીનીયર રોહિત પ્રસાદના દિમાગના કારણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ શકી છે. પ્રસાદનું ડીએબી હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. એન્જીનિયરીંગ કર્યા પછી આઈઆઈટી અને બિડલાઈસ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (બીઆઈટી) મેસરાનો વિકલપ હતો. તેમાંથી પ્રસાદ બીઆઈટી પર પસંદગી ઉતારી. આ અંગે તેણે કહ્યું કે, તે ઘર પાસે જ રહેવા માંગતા હતા. ૧૯૯૭માં તેમણે ઈલેકટ્રોનિકસ અને કમ્યુનિકેશન એન્જીનીયરીંગ પુરુ કર્યું. રોહિતનો પરીવાર હાલ પણ રાંચીમાં જ રહે છે અને તે વર્ષે દોઢ વર્ષે તેમને મળવા પણ આવે છે. ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન ઈ.એન્જિ.પુરુ કર્યા બાદ રોહિત પ્રસાદ ઈલે.એન્જિ કરવા અમેરિકાના ઈલનોઈસ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં ગયા અહીં તેમણે વાયરલેસ એપ્લિકેશન માટે લોબીટ રેટ સ્પીચ ક્રોડિંગ પર રિસર્ચ કર્યું. અહીંથી જ તેમની અવાજ ઓળખવાની ટેકનોલોજીમાં રૂચી વધી એમેઝોન એલેકઝા પર કામ માટે રેકોર્ડ વેબસાઈટે રોહિતને તેમના સહયોગી ટોની રેડ જે ક્ધઝયુમર એકસપીરીયન્સ પર કામ કરે છે. તેમણે ૨૦૧૭માં બિઝનેસ અને મીડિયાના ટોપ ૧૦૦ લોકોમાં ૧૫મો નંબર આવ્યો. તેમની આગળ જેફ બેજોસ, માર્ક ઝુકરબર્ગ, સત્યા નાડેલા, ટિમકુક અને સુંદર પિચઈ જેવા લોક હતા. રેકોર્ડના જણાવ્યા પ્રમાણે પ્રસાદ અને રેડે એલેકસાને એક મોટું નામ આપ્યું ૧૪ વર્ષ સુધી રોહિત ડિફેન્સ કંપની રેયથોનની વિકાસ શાખા બીબીએન ટેકનોલોજીમાં રહ્યા. પ્રસાદ અહીંના બિઝનેસ યુનિટના ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતા હતા.
વર્ષ ૨૦૧૩માં તેઓ એમેઝોન જતા રહ્યા. બે વર્ષ પહેલા એમેઝોન તેમને એલેકસાના હેડ સાયન્ટીસ્ટનું પદ આપ્યું તે અંગે તેમણે કહ્યું. આ સફર ખુબ જ રોમાંચક રહ્યો. જો તમે પાંચ વર્ષ પાછળ જાઓ અને કોઈ ડિવાઈસથી દુર ઉભા રહી અવાજ વચ્ચે વાતો કરવી એ કલ્પના બરાબર હતુ આપણે સ્ટાર ટ્રેકસ યુગમાં આગળ વધી રહ્યા છીએ જે આપણા માટે પ્રેરણાદાયી છે. ગત વર્ષે અમેરિકી બિઝનેસ મેગેઝિન ફાસ્ટ બિઝનેસ ટોપ ૧૦૦માં મોસ્ટ ઈકટીવીટી લોકોમાં ૯માં સ્થાન પ્રાપ્ત કર્યું છે તો તેમના મિત્ર ટોનીને ૧૦મું સ્થાન પ્રાપ્ત થયું છે.