જ્વેલ્સ ઓફ શ્રી મારૂતિ પહેલ હેઠળ કંપનીએ ઓફિસ આસિસ્ટન્ટ, હેલ્પર, હાઉસકિપીંગના સ્ટાફને સન્માન કરીને કેશ પ્રાઈઝ આપ્યા
ભારતની સૌથી મોટી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓ મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડે તેની 37 વર્ષની ઊજવણી અનોખી રીતે કરી હતી. અમદાવાદ સ્થિત કંપનીએ તેના જ્વેલ્સ ઓફ શ્રી મારૂતિ પહેલ હેઠળ દેશભરમાં ફેલાયેલા તેના નેટવર્કમાંથી 37 સ્ટાર કર્મચારીઓને પસંદ કરીને તેમની પ્રતિબદ્ધતા તથા સેવાનિષ્ઠા બદલ સર્ટિફિકેટ અને કેશ પ્રાઈઝથી પુરસ્કૃત કર્યા હતા.
આ પહેલ અંગે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયાએ જણાવ્યું હતું કે શ્રી મારૂતિએ તેની સફરમાં અનેક આરોહ-અવરોહ જોયા છે પરંતુ અમારા ચેનલ પાર્ટનર્સ, કર્મચારીઓ અને તમામ ક્લાયન્ટના સહયોગના લીધે કંપની વિજેતા તરીકે ઊભરી આવી છે અને નવા કીર્તિમાનો સ્થાપ્યા છે. અમારી 37મી વર્ષગાંઠ નિમિત્તે પાયાના પથ્થર સમાન બેક એન્ડમાં કામ કરનાર નાના કાર્યકરો જેવા કે હાઉસકીપિંગ સ્ટાફ, ઓફિસ આસિસ્ટન્ટ્સ, સિક્યોરિટી ગાર્ડ્સ, સફાઈ કામદારો તથા તમામ બેક એન્ડ સ્ટાફ અમારી કંપનીના મજબૂત પાયા છે અને અમે હંમેશા તેમના આભારી છીએ.
શ્રી મારૂતિએ તાજેતરમાં નવા લોગો અને વિઝન સાથે તેની ઓળખ બદલી છે. ’ઈન્ફિનિટ પોસિબિલિટીઝ’ કહેતી ટેગલાઈન નવા મુકામ શોધવા, નેટવર્કનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવા, વિશ્વ કક્ષાના ટેક્નોલોજીકલ સુધારા લાવવા, નવીન પ્રોડક્ટ્સ રજૂ કરવા, કંપનીને કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવવા, ગ્રાહકોનો સર્વોચ્ચ સંતોષ મેળવવા અને નંબર વન કુરિયર તથા લોજિસ્ટિક્સ કંપની બનવા માટે પ્રયત્નશીલ બનવાની કંપનીની આકાંક્ષાને વ્યક્ત કરે છે.
કર્મચારીઓ અને ચેનલ પાર્ટનર્સને તેમના સમર્પણ અને સખત પરિશ્રમ માટે સન્માનિત કરીને, શ્રી મારૂતિ તેની પરંપરા અને બધા માટે વધુ સારું વર્કપ્લેસ બનાવવાના મૂલ્યોને ચાલુ રાખી રહી છે. ’જ્વેલ્સ ઓફ શ્રી મારૂતિ’ પહેલ હેઠળ, કંપની તેના કર્મચારીઓ માટે શ્રેષ્ઠ એચઆર પ્રેક્ટિસ લાવી રહી છે. ભારતના સમગ્ર કેન્દ્રોમાંથી પસંદ કરાયેલા 37 કર્મચારીઓની પસંદગી તેમની કામગીરી અને તેમની ફરજ પ્રત્યે સમર્પણના આધારે કરવામાં આવી હતી. કંપની સાથેના તેમના કર્તવ્યભાવને માન આપવા માટે તેઓને સર્ટિફિકેટ અને કેશ પ્રાઈઝથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.