બાતેં ભુલ જાતી હે, યાદે યાદ આતી હે
સિનેમાના મહાનાયક એવા અમિતાબ બચ્ચને તેના ભુતકાળમાં ડોકિયુ કરી લગભગ ૪૦ વર્ષ પહેલાના સ્મરણો તાજા કરી સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. જેમાં તેઓ તેની દિકરી શ્ર્વેતા બચ્ચન નંદા અને અભિષેક બચ્ચનના બાળપણ અને પોતાની યુવાનીમાં તેમના બાળકો સાથે સ્નેહ કરતા દેખાય છે. જે અદભુત રીફબેક ચિત્ર છે. આજે પણ ૭૪ વર્ષીય અભિનેતા તેમના ચાહકોને સોશિયલ મીડિયા પર ખુબ જ ખુશી આપી રહ્યા હતા. અમિતાબ બચ્ચને તેમના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે માટે જ તેઓ તેમના ચાહકો માટે નોફટાલ્જિક પ્રતિસાદ તેમના ફોટો શેયર કરે છે. જે તેમના પરિવારના પ્રેમની ઝાંખી આપે છે. મે મહિનામાં અમિતાબ બચ્ચને શેયર કરેલા આ ફોટોગ્રાફ ૧૯૭૭ના સમયનો છે. ત્યારે અમિતાબ અમર અકબર એન્થોની ફિલ્મની શુટીંગ કરી રહ્યા હતા તે સમયે તેમના બાળકો શ્ર્વેતા અને અભિષેકે સેટની મુલાકાત લીધી હતી. જેમાં શ્ર્વેતા બિગ બીને ચુંબન કરે છે તો અભિષેક શાંત થઈને બેઠો છે. શ્ર્વેતાએ ઉધોગપતિ નિખિલ નંદા સાથે હાલ તેના લગ્ન જીવનની શ‚આત કરી દીધી છે. તો આ ચિત્રમાં નાના એવા દેખાતા અભિષેકે મિસ વર્લ્ડ ઐશ્ર્વર્યા રાય સાથે લગ્ન કર્યા તાે તેની પણ પાંચ વર્ષની દિકરી આરાધ્યા છે. ૭૪ વર્ષના અભિનેતા આ ઉમ્રમાં પણ કામ પ્રત્યે મક્કમ છે.ટુંક સમયમાં જ તેમનો અતિ પ્રચલિત શો કોન બનેગા કરોડપતિ સાથે તે ફરીથી કમબેક કરશે. હાલ તો બિગ બી હિન્દુસ્તાન ફિલ્મની શુટીંગમાં વ્યસ્ત છે. જેમાં તેઓ કો-સ્ટાર આમિર ખાન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ સાથે લોકોના દિલ જીતશે. તેમની નોન સ્ટોપ એનર્જી જોઈ અન્ય એકટરો પ્રોત્સાહિત મેળવે છે. કારણકે આ ‘હિન્દુસ્તાન’ બાદ તેઓ ઉમેશ શુકલાની ૧૦૨ નોટ આઉટમાં તેઓ રિશી કપુર સાથે દેખાશે. જે આગામી ૧લી ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.