આવતા વર્ષોમાં વર્ચ્યુઅલ કરન્સી બીટકોઈનનો વિકલ્પ બનશે: મતલબ કે વર્ચ્યુઅલ કરન્સી આવતા વર્ષોમાં અલગ સ્વરૂપમાં આવશે: કદાચ બીટકોઈન આવતા વર્ષોમાં નહીં હોય
મેગા સ્ટાર અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન કદાચ કહેતા હશે કે, ‘રીશ્તે મેં તો હમ સભી ઈન્વેસ્ટર્સ કે બાપ લગતે હૈ…ઔર નામ હૈ શહેનશાહ’ જી હા, બિગ-બી ઉર્ફે સિનિયર બચ્ચનને બીટકોઈન ફળ્યું છે કેમ કે તેમણે બિટકોઈનમાં દોઢ કરોડ રૂપિયા (આશરે અઢી લાખ અમેરીકી ડોલર)નું રોકાણ કર્યું હતું. તેમાં રોકાણ કરીને માત્ર અઢી વર્ષના ગાળામાં તેમણે સવા સો કરોડ (આશરે ૧૭.૫ મિલિયન અમેરીકી ડોલર)ની કમાણી કરી છે !!! આમ, અમિતાભ બચ્ચન ટેલિવિઝન ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી) રમાડતા રમાડતા ખુદ કરોડપતિ થઈ ગયા છે. પછી ભલે ને એ કમાણી ડિજિટલ કરન્સી બીટકોઈનમાંથી જ કેમ ન હોય ? !!
હવે બીટકોઈન વિશે વાત કરીએ તો કદાચ બીટકોઈન આવતા વર્ષોમાં નહીં પણ હોય આમ છતાં વર્ચ્યુઅલ કરન્સી આગામી સમયમાં અલગ સ્વ‚પમાં આવશે અને અહીં ખાસ નોંધવું ઘટે કે, વર્ચ્યુઅલ કરન્સીની ટેકનોલોજી સમાજને આર્થિક વ્યવહારોમાં ખુબ જ ઉપયોગી થશે. આ સિવાય આનાથી આર્થિક વ્યવહારોની ટ્રાન્સપેરેન્સી એટલે કે પારદર્શિતા જળવાશે.
એક વાત તો સ્વિકારવી પડશે કે ધનાઢય રોકાણકારો માટે અત્યારે શ્રેષ્ઠ રોકાણ માટે બીટકોઈન એક ‘બેસ્ટ ઓપ્શન’ બની ગયો છે. અત્યારે એક બિટકોઈનનો ભાવ ૧૯૦૦૦ અમેરિકી ડોલર છે. બિટકોઈનમાં રોકાણને લગતા જાણકારો કહે છે કે, વિદાય લેતા વર્ષમાં એટલે કે ૨૦૧૭ પુરુ થતા ને ૨૦૧૮ના આગમન સાથે એક બીટકોઈનનો ભાવ વધીને છેક ૨૦,૦૦૦ ડોલર થઈ જશે. અત્યારે પ્રતિ બીટકોઈન ભાવ ૧૯૦૦૦ ડોલર એટલે કે આશરે રૂપિયા ૧૨ લાખ છે. આશ્ર્ચર્યની વાત છે કે ચાલુ વર્ષે એક બીટકોઈનનો ભાવ ૧૦૦૦ ડોલર જ હતો.
શું તમને ખબર છે ? વિશ્ર્વના બીજા નંબરના ધનાઢય અમેરીકાના વોરેન બફેટે પણ બિટકોઈનમાં સારુ એવું રોકાણ કરીને તેને પોતાના એસેટ લિસ્ટમાં સ્થાન આપ્યું છે. જોકે વર્ચ્યુઅલ કરન્સી આવતા વર્ષોમાં અલગ સ્વરૂપમાં આવશે. મતલબ કે, કદાચ બીટકોઈન આવતા વર્ષોમાં નહીં હોય પણ વર્ચ્યુઅલ કરન્સીની ટેકનોલોજી સમાજને આર્થિક વ્યવહારોમાં ખુબ જ ઉપયોગી થશે. આનાથી ઈકોનોમિકલ ટ્રાન્જેકશનની ટ્રાન્સપેરેન્સી પણ જળવાઈ રહેશે. કેમ કે ટેકનોલોજીની બોલબાલા છે.
અમેરીકાના કોરનેલ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર ડો.અરિ જુએલ્સ કહે છે કે બિટકોઈન ભવિષ્યમાં કદાચ નહીં હોય તેનું સ્થાન અન્ય વર્ચ્યુઅલ કરન્સી લેશે. જોકે બિટકોઈન જોખમકારક રોકાણ અત્યારના સમયમાં નથી. આમ છતાં તે ઉપયોગી કરન્સી પણ નથી. ભલે ને નજીકના વર્ષોમાં વર્ચ્યુઅલ કરન્સી અલગ સ્વરૂપમાં આવશે. આ ટેકનોલોજી જ એવી છે. કદાચ બીટકોઈન આવતા વર્ષોમાં નહીં હોય તો પણ રોકાણકારો માટે અન્ય શ્રેષ્ઠ વિકલ્પ હશે જ.