રાજકોટ સિટી વુમન્સ કલબ દ્વારા ટોપ મોડેલ ફેશન શો યોજાયો
રાજકોટ સીટી વુમન કલબ દ્વારા ટોપ મોડેલ ફેશન શોનું હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ આ ફેશનશો ત્રણ વિભાગમાં રાખવામાં આવ્યો હતો. ગ્રુપ ૧માં ૨૦ થી ૩૫ વર્ષ, ગ્રુપ ૨માં ૩૫ થી ૫૦ વર્ષ તથા ગ્રુપ ૩માં ૫૦ વર્ષથી ઉપરની ઉંમરનાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ ફેશન શોમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ પોલીસ કમિશ્નરના પત્ની સંધ્યાબેન ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા આ ફેશન શો નિહાળવા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ પોલીસ કમિશ્નરના પત્ની સંધ્યાબેન ગેહલોતએ જણાવ્યું કે, રાજકોટ વુમન્સ કલબ દ્વારા ફેશન શો યોજાયો હતો જેમાં મને સૌથી મજાની વાતની આવી કે ટિનેજર્સ તો ફેશનશોમાં પાર્ટ લેતા જ હોય છે. પરંતુ અહીયા ૬૦ થી ૭૦ વર્ષની મહિલાઓએ ભાગ લીધો છે. તેથી તે જાણીને ખૂબજ આનંદ થયો અને ૬૦ થી ૭૦ વર્ષની મહિલા જો સ્પર્ધામાં ભાગ લેતી હોય તો તે આપણા બધા માટે એક ઈન્સ્પેકશન છે આ ફેશન શોમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો મહિલાઓએ પહેર્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ જણાવ્યું કે અમારા સીટી વુમન્સ કલબ દ્વારા ટોપ મોડેલ ફેશન શોનું આયોજન કર્યું છે. આ ફેશનશોમાં ૨૦ થી ૬૦ વર્ષથી ઉપરની મહિલાઓએ ભાગ લીધો હતો. અને ફેશન શો કરવા પાછળનો હેતુ એ જ હતો કે જે સ્ત્રીઓ સંકુચીત માઈન્ડના હોય તે પોતે બહાર આવે અને કાંઈક નવું શિખે તે માટે જ કરવામા આવ્યો છે. આ ફેશન શો જોતા બીજા મહિલાઓને પ્રેરણા મળી કે તે પણ કાંઈક કરી શકે અને આગળ આવી શકશે ફેશન શોમાં ૫૦ થી વધુ બહેનોએ ભાગ લીધો છે. અને તે સૌને ખૂબજ આનંદ થાય છે.