આમતો વાલીઓ તેના બાળકોના ફોટા પાડવામાં એક્સપર્ટ હોય છે , ક્યારેક તમારા બાળપણના ફોટા જોતી વખતે માંને પૂછજો દરેક જૂના ફોટા સાથે કોઈને કોઈ વાત જોડાયેલી હશે, જોકે હવે સમય બદલાતા ફોટો ટ્રેન્ડમાં પણ ખુબજ ક્રીએટીવિટી આવી છે એવામાં બેબી ફોટોગ્રાફરના કેરિયરમાં પણ ઉજ્જવળ તકો આવી છે. પણ આ જોબ દેખાવમાં સેલી પર ધારા કરતાં પણ ખુબજ અઘરી છે. કારણકે સમાજના માણસની જેમ બાળકો પર્ફેક્ટ ફોટો માટે પોઝ આપતા નથી માટે એની સાથે રમત કરતાં કે પછી કલાકોની મેહનત બાદ એક સારો ફોટો મળતો હોય છે. જોકે બેબી ફોટોગ્રાફીમાં સૌથી મહત્વની વસ્તુ ક્લાઈંટની અપેક્ષા હોય છે , ફોટોગ્રાફીમાં કામનું રિજલ્ટ તરતજ દેખાય છે માટે ફોટોગ્રાફર સ્માર્ટ, ક્રિએટીવ, અને આંગળ વિઝન કેળવતો હોવો જોઈએ . હવે એ જમાનો ગયો જ્યારે ફોટા પાડવા માટે બાળકોને સ્ટુડિયોએ લઈ જવા પડતાં હતા વર્તમાન સમયના ટ્રેન્ડ મુજબ હવે ફોટોગ્રાફરો ઘરેજ સ્ટુડિયો ઊભો કરે છે. મોટા ભાગે સૂતા બાળકોની થીમ ફોટોગ્રાફી સરળ અને રચનાત્મક બને છે. લાઇટિંગ હોય કે સેટ અપ પ્લોટ બધુજ લઈને ફોટોગ્રાફરો તમારા સ્થળે આવી માહોલ બનાવે છે , એવામાં થીમ ફોટોગ્રાફી હમેશા યુનિક લાગે છે, બેબી ફોટોગ્રાફી માટે બજારમાં ખાસ પ્રકારની એસેસરીઝ પણ મળી રહે છે.
એક સારા ફોટા માટે તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો પણ તેના માટે ગ્રાહકો સંતુષ્ટ થવાજ જોઈએ . બેબી ફોટોગ્રાફી ઉપરાંત બેબી બમ્પ ફોટોશૂટ, પ્રિ વેડિંગ અને અંડર વોટર શૂટ પણ પ્રચલિત છે .