મોદી સરકારની કેબિનેટ બેઠકમાં આજે એક મોટા મિશનને મંજૂરી આપવામાં આવી હતી. સરકારી બાબુઓ એટલે કે સિવિલ સર્વિસના અધિકારીઓને હવે ‘કર્મયોગી’ મિશન અંતર્ગત વિશેષ તાલીમ આપવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે બાબાઓને કર્મયોગી બનાવવા માટેના મોટા મિશનને મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત હવે સરકારી બાબુ એટલે કે સિવિલ સર્વિસ અધિકારીઓને હવે ‘કર્મયોગી’ મિશન અંતર્ગત વિશેષ તાલીમ આપવામાં આવશે.
સિવિલ સર્વિસના અધિકારીઓની કાર્યક્ષમતા વધારવાના હેતુથી ખાસ યોજના ઘડી કાઢવામાં આવશે. નોંધનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકારે કામ કરતા ના હોય તેવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ લેવડાવવા માટે તખ્તો તૈયાર કર્યો હતો, દરમિયાન હવે સિવિલ સર્વિસના અધિકારીઓની કાર્યક્ષમતા વધારવાના હેતુથી નવું અભિયાન હાથ ધરાશે.