બાબુ પાર્સલ ચુનાના આબેહુબ કલાકૃતિવાળા ખેડુત પાર્સલના થેલામાં ગુલાબી અને કાળા કલર વાળી ચુનાની પડીકીઓ હતી જે કાલાવડ પટેલ ગૃહ ઉઘોગ ખાતેથી ગાડીમાં ભરી સાયલા તરફ જતી હતી તે દરમિયાન ફરીયાદી ભરતભાઇ લાખાભાઇ અણદાણી રહે. રાજકોટ દ્વારા ફરીયાદ કરતા પોલીસે ફરીયાદનાં આધારે સાયલા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કેસમાં વધુ તપાસ કરતાં ખેડુત પાર્સલના માલિક રમેશભાઇ શામજીભાઇ મઘાણીનાં કહેવાથી ગુલાબી અને કાળા કલરમાં બાબુ લાઇમ કંપનીના રજીસ્ટર આસિસ્ટીક વર્ક જેવું રો-મટીરીટલ પ્રિન્ટ કરી આપનાર પ્રિન્ટર જલારામ પોલીફર્મ જે વિરપુર ખાતે આવેલ છે. ત્યાં સાયલા પોલીસ દ્વારા રેડ પાડીને કોપીરાઇટ ભંગવાળા રો-મટીરીયલ પ્રિન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાનું સીલીન્ડર (ડાઇ) મળી આવતા કબજે લેવામાં આવ્યું અને જલારામ પોલીફર્મના માલીક કૌશ્કિભાઇ બાબુભાઇ  ડોબરીયાની ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.