અડવાણી, જોશી અને ઉમા સહિત ૧૩ લોકો સામે ફરીથી કેસ ચલાવવામાં આવશે કે નહીં તે ચિત્ર કાલે સ્પષ્ટ થશે
અયોધ્યામાં બાબરી મસ્જીદના વિવાદીત હિસ્સાને તોડી પાડવા મામલે ભાજપના વરીષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ડો.મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત ૧૩ લોકો સામે ગુનાહિત કાવતરાના આરોપો હટાવવાના આદેશનું સુપ્રીમ કોર્ટ આવતીકાલે અવલોકન કરશે. હાલ આ કેસની સુનાવણી ટળી છે.
અડવાણી, જોશી અને ઉમા સહિતના ૧૩ લોકો સામે ફરીથી કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ નહી જશે. જસ્ટીસ પી.સી.ઘોસ અને આર.એસ.નારીમનની ખંડપીઠે આ વર્ષે ૬ માર્ચના રોજ થયેલી સુનાવણીમાં કહ્યું હતું કે, ટેકનીકલ રીતે ૧૩ વ્યકિતઓને આરોપમુકત કરવામાં આવ્યા હતા. તે ટેકનિકલ રીતે આરોપમુકત કરવાનો સ્વિકાર નહીં કરે અને પુરક આરોપ પત્રની મંજુરી આપશે.
ખંડપીઠે ઉમેર્યું હતું કે, બંને કેસને કેમ એક સાથે જોડી દેવામાં આવતા નથી. તેની સંયુકત સુનાવણી હાથ ધરવામાં આવવી જોઈએ. જેના પર બચાવ પક્ષના વકીલે વિરોધ નોંધાવ્યો હતો. પ્રથમ કેસ વિવાદીત ઢાંચા તોડી પાડવા મામલે ભાજપના નેતાઓ સહિત ૧૩ વ્યકિતઓને ગુનાહિત કાવતરાના આરોપમાં મુકત કરી દીધા હતા. તેની સુનાવણી રાયબરેલીની વિશેષ અદાલતમાં થઈ રહી છે. બીજી ઘટના કારસેવકોની છે. જેઓ વિવાદીત ઢાંચાની આસપાસ હતા. આ કેસની સુનાવણી લખનઉમાં ચાલી રહી છે.