આ કેસની સુનાવણી કરી રહેલી લખનૌ સીબીઆઈ કોર્ટની વિનંતી પર સુપ્રીમ કોર્ટે સમય મર્યાદામાં વધારો કરી આપ્યો
બાબરી મસ્જિદ વિઘ્વંશ કેસમાં સુપ્રીમ કોર્ટે ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી સુનાવણી પૂર્ણ કરવા સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસ સંદર્ભે કહ્યું કે, લખનૌની સીબીઆઈ કોર્ટને ઓગસ્ટના અંત સુધી કેસની સુનાવણી પુરી કરે અને ચુકાદો આપે. સીબીઆઈ કોર્ટ સમય મર્યાદાને પાર ન કરે તથા જરૂ રી ઉપકરણો કે સેવાઓનો ઉપયોગ કરી કેસ પુરો કરે. આ કેસમાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણસિંહ અને અન્ય વિરુઘ્ધ કેસમાં ટ્રાયલ ચાલી રહ્યો છે જેને પુરો કરવાનો સમય સુપ્રીમ કોર્ટે વધારી ૩૧ ઓગસ્ટ કર્યો છે. સીબીઆઈના સ્પેશિયલ જજ એસ.કે.યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખી સમય વધારા માટે માંગની રજુઆત કરી હતી.
૨૦ એપ્રિલે ૯ મહિનાની સમય મર્યાદા પુરી થઈ ચુકી છે. ગત તા.૧૯ જુલાઈએ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિઘ્વંશ કેસની સુનાવણી કરી રહેલી સીબીઆઈ કોર્ટને નિર્દેશ આપ્યા હતા કે નવ મહિનામાં કેસ પુરો કરે. એની સાથે બેન્ચના ૩૦ સપ્ટેમ્બરે નિવૃત થઈ રહેલા સીબીઆઈ જજ એસ.કે.યાદવના કાર્યકાળને પણ લંબાવવાના આદેશ આપ્યા હતા