બાબરા સમાચાર
બાબરા માર્કેટ યાર્ડમાં સફેદ સોનારૂપી કપાસ ની આવક ૫૦૦૦ થી ૬૦૦૦મણ થી માર્કેટ યાર્ડ છલકાયું હતું . આજ રોજ બાબરા માર્કેટ યાર્ડમાં કપાસ ની આવક ૫૦૦૦ થી ૬૦૦૦ મણ જેવી થવા પામેલ છે. સીઝન ના નવા કપાસના ભાવ રૂ.૧૨૭૫/- થી ૧૪૨૫ /- સુધીના રહ્યા હતા. તેમજ જુના કપાસના ભાવ રૂ. ૧૪૭૫/- થી રૂ. ૧૫૭૫/- રહેવા પામેલ છે. કપાસ ના સારા ભાવ મળવાથી ખેડૂતભાઈઓ પોતાનો પહેલી વીણી નો કપાસ ભેજવાળો હોવાથી સંગ્રહ ન કરતા સારા ભાવ હોવાથી વેચી રહયા છે. સારા ભાવ હોવાથી દિન પ્રતિદિન આવકમાં પુષ્કળ વધારો થઈ રહ્યો છે. પરચુરણ જણસી જેવી કે મગ, અડદ,તલ, ઘઉં, ચણા જેવી જણસી ના ભાવ પણ સારા હોવાથી હાલ બાબરા માર્કેટયાર્ડમાં બાબરા, લાઠી, ઢસા, અમરેલી, બગસરા, ગઢડા, જસદણ, પાલીતાણા વિગેરે સેન્ટર માંથી કપાસ તેમજ પરચૂરણ જણસી બાબરા માર્કેટમાં વેચી રહ્યા છે. આગમી દિવસોમાં બાબરા માર્કેટ યાર્ડમાં કપાસ તેમજ પરચુરણ જણસીની પુષ્કળ આવક થશે તેમ અંતમાં યાર્ડના વાઇસ ચેરમેનશ્રી બીપીનભાઈ જે. રાદડીયા એ જણાવેલ.