નગરપાલિકાની મંજુરી વિના પાણી અને ઇલેકટ્રીકની લાઇનોનું સંકલન
બાબરા માં ભૂગર્ભ ગટર ની યોજના હજુ પૂર્ણ નથી થઈ ત્યાં તો બાબરા ના સ્થાનિક કોન્ટ્રાક્ટરે ભગવતી ધામ સોસાયટી ની બહાર ની બાજુ એ સુએઝ પ્લાન્ટ ની જગ્યા એ વીજ કેબલ દોડાવવામાં આવ્યો અને બાજુમાં ભગવતી સોસાયટી ગટર લાઈન અને પાણીની લાઈન સાથે ઈલેક્ટ્રીક લાઈન બાબરાના અધિકારીઓ દોડાવે છે અને બાબરાના પીજીવીસીએલ ના અધિકારીઓ એમનું મનમાન્યું કરે છે બાબરા પીજીવીસીએલ એ નગરપાલિકા મંજૂરી લીધા વગર પાણી અને ઈલેક્ટ્રીક નું સંગમ કરાવે છે આ છે.
બાબરા પીજીવીસીએલ અધિકારીઓ બાબરા ના યુવા પત્રકાર અપ્પુભાઈ જોશી દ્વારા સ્થાનિક રહીશો ની મુંજવણ અને પ્રશ્નો રૂપે સ્થળ ની રૂબરૂ મુલાકાત લેતા ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી છે જી ઇ બી માં જીવંત તાર સુએઝ માટે ફાળવેલી જગ્યા એ થી પસાર કરવામાં આવી રહ્યા છે જે બદલ અપ્પૂ ભાઈ જોશી દ્વારા બાબરા ના સ્થાનિક કોન્ટ્રાકટર જીતુ સાવલિયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે મને કાઇ ખબર નથી..આની મતલબ સ્પષ્ટ છે કે તે કાઇ છુપાવવાનો કે મોટા અધિકારી થી પોતે ડરી ગયો હોઈ એવું માલૂમ પડતું આ સાથે આ કાર્ય માટે કોઈ પણ પ્રકાર ની જરૂરી મંજૂરી પણ લીધેલ નથી એવું પણ જાણવા મળ્યું છે..વધુ માં જી ડબલ્યુ એસ એસ ભાવનગર ના ચોધરી સાહેબ, કાર્યપાલ ઇજનેર અમરેલી સિંઘલ, ઇજનેર પરમાર, ને પણ આ બારા માં ટેલિફોનીક જાણ કરવામાં આવી છે.