બાબરા સરપંચ મંડળ દ્વારા જણાવવામા આવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરી બાબરામાં બાંધકામ શાખામાં એસ.ઓ. તરીકે ફરજ બજાવતા કુલદીપ બી. મકવાણા જયારથી બાબરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ પર હાજર થયેલ છે ત્યારથી બાંધકામ શાખાની તમામ કામગીરી ખોરંભે ચડેલી છે. તેના હાજર થયા બાદ તમામ ગ્રામ પંચાયતોને વિકાસના કામો માટે સમયસર વર્ક ઓર્ડર મળતા બંધ થયેલ છે. તેમજ બાંધકામના તમામ એસ્ટીમેન્ટોની સ્થળ પર રૂબરૂ જઈ ખરાઈ કરવાના બદલે ઓફીસમાં બેઠા બેઠા જ બનાવવામાં આવે છે. તથા એસ.ઓ.આર પ્રમાણે ભાવ પણ એસ્ટીમેન્ટમાં દર્શાવતા નથી. અને પોતાની મનમાની પ્રમાણે જ રકમ લખવામાં આવે છે. જે અંગે તમામ સરપંચો દવારા પ્લાન કે એસ્ટીમેન્ટમાં જરૂર જણાયે સુધારા કરવા માટે બાંધકામ શાખામાં રજુઆત કરવા જઈએ ત્યાર આ અધિકારી દવારા સરપંચોને પણ માનભંગ કર્યા જેવી સ્થીતીમાં મુકી કોઈપણ પ્લાન એસ્ટીમેન્ટમાં સુધાર નહી થાય અને તમોને કામ કરવા હોય તો જ કરવા જેવા ઉડાઉ જવાબો આપવામાં આપવામાં આવે છે. તેમ છતા સરકારની ગ્રાન્ટનો સદઉપયોગ યાને કે કામ પુર્ણ થયા બાદ 20-25 દીવસ સુધી તેઓ દવારા માપ કરવા સ્થળ પર આવતા નથી. તાલુકા પંચાયત કચેરી પર સરપંચો સ્થળ પર આવતા આ અધિકારી ઓફીસમાં હાજર રહેતા નથી. તેમજ ટેલીફોનીક સંપર્ક કરતા અમારા ફોન રીસીવ કરતા નથી અને અમોને ફોન પર જ ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબો આપવામાં આવે છે. હાલ 15 માં નાણાપંચમાં સરકારની મહત્વની વિકાસના કામો તથા અન્ય યોજનાઓ પુર્ણ કરવાની અમોને વારંવાર સુચનાઓ અપાય છે. પરંતુ અમો દ્વારા કામ કરવા છતા યોગ્ય સમયે કામોના પેમેન્ટ મળતા નથી. કામની ફાઈલો તૈયાર થયા બાદ સરપંચોને પમેન્ટની ઉતાવળ હોય તો ના કાર્યપાલકની કચેરી-ફુંકાવાવ ખાતેની સહી લેવાની ના છૂટકે ફરજ પાડે છે. જેથી કરીને અમારા ગામોમાં વિકાસના કામો કરવાનું ના છૂટકે ટાળવુ પડી રહયુ છે.
કામપૂર્ણ થયા બાદ ફ્રી ઓડીટ માટે સરપંચોને હીસાબી શાખા અમરેલી ખાતે જવાની પણ ફરજ પડાઈ રહી છે. તેમજ તમારે કાઈ ન કરવું હોય તેમજ બીલનું પેમેન્ટ સમયસર મેળવવુ હોય તો 3 થી 7 ટકા જેવી રકમ અહીં ચુંકવીને પેમેન્ટ મેળવી શકાશે. તેમજ તે કામનું પેમેન્ટ 10 દીવસમાં આપવામાં આવે છે. હાલમાં ઘણી ખરી ગ્રામ પંચાયતોમાં નવા તલાટીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જે તલાટીઓને પુરતી માહીતી ન હોવાથી તેઓને વિકાસના કામો અંગે યોગ્ય જણાવવામાં આવતું નથી અને તમારા સરપંચને અહીં મોકલી દેજો જેવા જવાબો અપાય છે. અને અમો સરપંચો ઓફીસમાં આવીએ ત્યારે આ અધિકાર ઓફીસમાં નજરે ચડતા નથી. અને હાજર હોય ત્યારે ફાઈલો ગોતવામાં અમોને ના છુટકે આખો દીવસ બેસાડી રાખવામાં આવે છે. આમ અમો ગ્રામ પંચાયતના સરપંચો ગામના પ્રથમ નાગરીક કહેવાય અને ગામ તેમજ તાલુકા પંચાયતમાં પણ અમારૂ કાઈક અસ્તીત્વ હોય છે પરંતુ આ મહાશય અમોને બેશરમ રીતે ઉદ્ધૃત જવાબો આપી દે છે.
જેથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી ને પાત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આ અધિકારીની અન્યત્ર બદલી કરી યોગ્ય ન્યાય કરવામાં આવે જેથી વિકાસના કામોને વેગ મળી શકે અને સરકારની મહત્વની યોજનાઓ પુરી કરી શકીએ.