બાબરામાં વડલીવાળા મેલડી માતાજીના મંદિર ખાતે દસ દિવસ ચાલનારા આ ધાર્મિકોત્સવમાં લાખો લોકો ઉમટયા હતા અને પૂણ્યનું ભાથુ બાંઘ્યું હતું. ગુ‚વારે સવારે ૮ કલાકથી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રીના ભાગ‚પે વિવિધ ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ૧૧ કુંડનો હવન કરવામાં આવ્યો. જેમાં અંદાજે ૨૨૫ બ્રાહ્મણો દ્વારા દશાંશ હોમ અને બીડુ હોમવામાં આવ્યું. હવેથી દરરોજ મહાપ્રસાદ
આપવામાં આવશે.
ઉતમ મુહૂર્તમાં વેદવિહીત મંત્રો દ્વારા સારામાં સારા દ્રવ્યોથી અનેક પ્રકારોમાં અતિ મહા‚દ્રયાગ તથા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞને ઉતમ માનવામાં આવે છે. આવા પ્રકારના યક્ષો માત્ર યજમાનનું નહી પરંતુ સમસ્ત સમાજનું કલ્યાણ કરનાર હોવાથી ઉપયોગી અને સહયોગી બનનાર તમામ જીવોને પરમ કલ્યાણ‚પ શિવ-શકિતના અનુગ્રહના અધિકારી બનાવે છે.
સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં કુલ ૧૧ દંપતિ સાથે તેમજ ૨૨૫ બ્રાહ્મણો દ્વારા હોમ દશાંશ અને બીડુ હોમવામાં આવ્યું. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. ખાસ તો બાબરા ખાતે આવેલું આ મેલડી માતાજીનું મંદિર પુણ્યનું ભાથુ બની ગયું અને આ ધાર્મિકોત્સવમાં લાખો ભાવિકો ઉમટયા.