અબતક, અપ્પુ જોશી
પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલિકા દ્વારા બ્લોક રોડ નું કામ પુરૂ જોશ માં છે પણ એક ને ગોળ અને એક ને. ખોળ નીતિ થી હાલ બાબરા રામનગર ખાતે તથા શ્રીજી નગર બગીચા પાસે ની એક શેરી કે જ્યાં કોઈ વાહન ની અવર જવર નથી કે કોઈ રહીશો ની અવર જવર પણ નથી ત્યાં બાબરા પાલિકા દ્વારા બ્લોક રોડ બનાવી લાખો રૂપિયા નું પાણી થતું જોવા મળે છે.
ખરેખર એવા ઘણા વિસ્તારો છે જ્યાં ખરેખર કોઈ આવી સેવા પહોંચી નથી એવો એક શિક્ષિત રહીશો ધરાવતી સોસાયટી છે સિધ્ધિ વિનાયક સોસાયટી જ્યાં લગભગ 6 મહિના પહેલા મહિલા ઓ એ હલ્લાં બોલ કર્યું હતું અને ત્યારે લગભગ 3 મહિના માં આપની માગણી પૂર્ણ થશે એવું સતાધીશો એ જણાવ્યું એ વાત ને છ મહિના થઈ ગયા છતાં કોઈ સંભાળ નથી તથા સોસાયટી સમય સર વેરો ભરાઈ છતાં કોઈ સતાધિશો ના પેટ માં પાણી હલતું નથી અને નો જરૂરી હોઈ એવા વિસ્તારો મા બધીજ સેવાઓ ??
સિદ્ધિ વિનાયક સોસાયટી માંજ પાલિકા ના 2-2 સભ્યો રહે છે પણ તેનું પણ પાલિકા માં કાઇ ઉપજતું નથી એવું લાગી રહ્યું છે.