લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં લગભગ તમામ નાના મોટા ગામના રસ્તાઓ રાજ્ય સરકારમાં મંજુર કરાવી તેનું કામ શરૂ કરાવવાનું કાર્ય કરતાં હતા.ત્યારે બાબરા તાલુકાના વલારડી પીર ખીજડિયા માર્ગ ત્રણ કિલોમીટરનો રસ્તો રૂપિયા ૬૦ લાખના ખર્ચે રાજ્ય સરકારમાં મંજુર કરાવી તેની કામગીરીનો શુભારંભ કરાવતા સ્થાનિક ગામના લોકો તેમજ રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે પીરખીજડિયા થી ભિલા સુધીનો માર્ગ અગાવ શરૂ કરાવી તેનું કામ પૂર્ણતાની આરે છે જ્યારે વલારડી થી પીર ખીજડિયાનો માર્ગ ત્રણ કિલોમીટરનો રૂપિયા ૬૦ લાખ ના ખર્ચે રાજ્ય સરકારમાં રજુઆત કરી મંજુર કરાવી તેનું કામ શરૂ કરાવ્યું છે
આ તકે તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,કિશોરભાઈ દેથળીયા,વલારડી સરપંચ જગદીશભાઈ કાવઠીયા,ઉપ સરપંચ ચેતનભાઈ ખાનપરા,પીર ખીજડિયા સરપંચ કાંતિભાઈ નવાપરિયા,તાલુકાપંચાયતના સભ્ય જતીનભાઈ ઠેસિયા,કુલદીપભાઈ બસિયા,જે કે વામજા,રબારી સમાજના પ્રમુખ જહાંભાઈ રબારી,મનુભાઈ પરમાર,જ્યંતીભાઈ વઘાસિયા,જીણાભાઈ રાછડીયા,હિંમતભાઈ કાવઠીયા,રતિલાલ ઇસોટીયા,બાલુભાઈ વિરોજા,પોપટભાઈ કાવઠીયા સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા