શિવજીને રીઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના રોજ સમગ્ર ભારતમાં વાતાવરણ શિવમાય બન્યું છે ત્યારે બાબરા શિવરાત્રીનાં મહા પર્વનાં દિવસે ત્રણ શિવ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા અને જલારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા ઘનશ્યામ દાસજી મહારાજનાં હસ્તે થશે. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં સાનિધ્ય માં ત્રિવિધ કાર્ય ક્રમ પૂજ્ય બાપુ નાં કર કમળો દ્વારા પ્રતિષ્ઠા થશે.
બાબરા ગામના સુપ્રસિધ્ધ પાંડવો કાલીન ભીમ નાથ મહાદેવ મંદિર નો જીર્ણોદ્વારા બાબરા તાપડિયા આશ્રમનાં મહંત ઘનશ્યામ દાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યો અને ત્યાં નંદી અને કાચબા પ્રતિષ્ઠા પૂજ્ય ઘનશ્યામ દાસજી મહારાજનાં કર કમળો દ્વારા કરવામાં આવશે. સાથો સાથ બાબરા તાલુકાના નાં અતિ પુરતાની સાલે માળ નાં ડુંગરા પર બિરાજમાન શ્રી અર્જુ નેશ્વર મહાદેવનાં મંદિરે પણ મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય ઘનશ્યામ દાસજી મહારાજનાં કર કમળો દ્વારા તારીખ ૧૮ફેબ્રુઆરીના શનિવારનાં રોજ કરવામાં આવી હતી.
૧૯ ફેબ્રુઆરીના રોજ રવિવારે સાંજે 6.30 કલાકે બાબરા લોહાણા મહાજન વાડી માં પૂજ્ય જલારામ બાપાના નવા મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા પણ પૂજ્ય ઘનશ્યામ દાસજી મહારાજ દ્વારા જ કરવામાં આવશે.