જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ખોબા જેવડા બાબરા ગીર ગામનો 13 વર્ષીય બાળક રણજી ટ્રોફી ક્રિકેટ માટે બરોડાની ટીમમાં સિલેક્ટ થઈ પોતાનાંં પરિવાર, ગામ અને જિલ્લાનું ગૌરવ વધારતા ગામ અને પરિવારમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના બાબરા ગીર ગામના આગેવાન અશોકભાઈ પીઠિયાનો પુત્ર રુદ્ર જ્યારે 5 વર્ષનો હતો ત્યારથી જ તેને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો. અને રાત્રે સૂતી વખતે પણ તે પોતાનું બેટ અને બોલ પથારીમાં પોતાની પાસે જ રાખતો. રૂદ્રના માતા વડોદરામાં એન્જિનિયરીંગ કોલેજમાં પ્રોફેસર છે. અને અશોકભાઈ પોતે ગડુ શેરબાગ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય તેમજ આહીર સમાજમાં પણ અગ્રગણ્ય આગેવાન તરીકે નામના ધરાવે છે. ત્યાારે હાલમાં તેમના 13 વર્ષીય પુત્ર રૂદ્રને ભારતિય રાષ્ટ્રિય ટીમમાં સ્થાન મેળવવા માટેનું પ્રવેશ દ્વાર ગણાતા રણજી ટ્રોફીમાં પસંદગી થતાં અશોકભાઈ અને તેના પુત્ર રૂદ્રને ઠેરઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.