અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામે રહેતા અને ડ્રાઇવિંગ નું કામકાજ કરતા યુવકને તેના પાડોશમાં રહેતો શખ્સ પોતાના ઘરમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યો હતો ત્યારે આ યુવકે તેને ઝઘડો કરવાની ના પાડતા પાડોશી પિતા અને બે પુત્ર દ્વારા યુવક પર ધોકા પાઇપ પડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે બાબરા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે પોલીસે તેના ફરિયાદ પરથી ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
યુવકના ઘરે પ્રસંગ હોવાથી પાડોશમાં ઝગડો કરતા પિતા અને તેના પુત્રોને ઠપકો દેતા માર માર્યો
બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર બાબરાના તાઇવદર ગામે રહેતા હરેશભાઈ ભીખુભાઈ શાક દ્વારા પોતાની પોલીસ ફરિયાદમાં આરોપીઓમાં તેના પાડોશમાં જ રહેતા લખા મુળુ ભાઈ સરવૈયા અને તેના બે પુત્ર સંજય સરવૈયા અને હપા સરવૈયા ના નામ આપ્યા હતા જેમાં તેમને જણાવ્યું હતું કે, હરેશભાઈ ના પુત્રની છઠ્ઠી હોવાથી તેના ઘરે પ્રસંગ હતો. જેથી તેના ઘરે અનેક મહેમાનો આવ્યા હતા છઠ્ઠીના પ્રસંગ સમયે તેના પાડોશમાં રહેતા આરોપીઓ અંદરો અંદર ઝઘડો કરી ગાળા ગાળી કરી રહ્યા હતા જેથી હરેશભાઈએ તેને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાય તેના પર ધોકા પાઇપ પડે હુમલો કર્યો હતો. જ્યારે આ બનાવવામાં હરેશભાઈ ને ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસે તેમની ફરિયાદી કાર્યવાહી કરી છે.