Abtak Media Google News

ધારાસભ્યએ તંત્રને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરવા સૂચના આપી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાયપર ગામનો એક પરિવાર પાટ ખીલોરી ગામે આવેલ પુલ પરથી ઇકો કારમાં પસાર થતા સમયે તણાયો હતો.બનાવની જાણ થતાં લાઠી – બાબરાના જાગૃત ધારાસભ્ય જનક તળાવીયા તાત્કાલિક ધોરણે બનાવ સ્થળ પર દોડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરવા માટે તંત્રને તાકીદ કરી હતી.

બાબરા તાલુકાના રાયપર ગામના જયેશભાઈ પરસોતમભાઈ રાદડિયા તથા તેમના ધર્મપત્ની અને પુત્ર સાથે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. પાટ ખીલોરી ગામ પાસેના પુલ ઉપરથી પસાર થતી વખતે, તેમની ઇકો કાર અતિ જળ પ્રવાહને કારણે પાણીમાં તણાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

લાઠી – બાબરાના જાગૃત ધારાસભ્ય વિસ્તાર ના લોકોને લઈને હમેશાં ચિંતિત રહે છે ત્યારે ઘટનાને લઈને જાણકારી મળતા અન્ય કામો છોડી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી ગયા હતા.તેમને સાથે જિલ્લા પંચાયત સદસ્ય હિંમતભાઈ દેત્રોજા, પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ વિરોજા, નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર, બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા અને ધરાઈ ગામના સરપંચ પરેશભાઈ કાપડિયા સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ધારાસભ્યશ્રી દ્વારા જીલ્લા પ્રશાસનને મદદ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ ફાયરબ્રિગેડ અને અન્ય બચાવ કાર્યોના પ્રયાસો કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.