રાજ્યમાં કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજનની ભારે ઉણપ સ્થાનિક હોસ્પિટલમાંમાં વર્તાઈ રહી હતી. લોકો ઓક્સિજનનો બાટલો લેવા માટે ભટકી રહ્યા હતા, ત્યારે હવે ઓક્સિજન માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે ગુજરાતના બાબરા ગામમાં સ્થાનિક ધારાસભ્ય વીરજી ઠૂંમર દ્વારા યુ.એસ.એ સ્થાયી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલના આર્થિક યોગદાનથી અમરેલી જિલ્લાના પ્રજાના આરોગ્ય કલ્યાણ અર્થે સિવિલ હોસ્પિટલમાં ઓટો ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું, ‘સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ દ્વારા જિલ્લાના લોકોની સેવામાં જે ઓક્સિજન મશીન આપવામાં આવ્યા છે તે જે સમગ્ર અમરેલી જિલ્લાને તથા બાબરાવાસીઓને ખુબજ ઉપયોગી થશે.’
આ કાર્યક્રમમાં કે.જી. સાવલિયા માનવ સેવા ટ્રસ્ટ સાજીયાવદરના એમ.કે. સાવલિયા,ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,તાલુકા કોંગ્રેસ મહામંત્રી બાવાલાલ હિરપરા,મનસુખભાઈ પલસાણા,કાકુંભાઈ ચાંવ,સહિતના સ્થાનિક ગામના અગ્રણીઓ અને ડોક્ટર તેમજ તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.