અમરેલી જિલ્લાના બાબરાનાં ગળકોટડી ગામે એક મહિલા સાથે ક્રૂરતા સાથે માર મારી તાલિબાની સજા આપવામાં આવી હોવાની એક ઘટના સામે આવી રહી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામના દેવીપૂજક સમાજનો હોવાનું સામે આવ્યું છે. મહિલાને હિંસક રીતે માર પડતાં મહિલા બેભાન થઇ ગઇ હોવાનું પણ સામે આવ્યું છે. કે, મકાનનાં પિલર સાથે મહિલાને અન્ય લોકોએ પકડી રાખી બેફામ લાકડી વડે માર મારવામાં આવી રહ્યો છે.
મહિલાઓ તેમજ પુરોષો મહિલાને બેફામ રીતે લાકડીઓ ફટકારી રહ્યા છે. આઠથી દસ જેટલાં લોકો દ્વારા મહિલાને માર મરવામાં આવ્યો છે. મહિલાને માર મારવા પાછળના કારણએ જાણવા મળી રહ્યું છે કે પીડિત મહિલાએ બીજા લગ્ન કર્યાં હોય એનું મનદુઃખ રાખી માર મરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે અમરેલી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આ ક્રૂરતા આચારનાર તમામ લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી જિલ્લાની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ભોગ બનનાર મહિલાના ચારેક વર્ષ પહેલા પતિના અકસ્માતે મૃત્યુ થયા બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. જેનું મન દુખ રાખી પેહલા પતિના પરિવારજનોએ આ કૃત્ય આચર્યું હતું